નિષ્પક્ષ વ્યવહાર આચારસંહિતા

લોન અને તેમની પ્રક્રિયા માટે અરજી

 • ગ્રાહકો કે જેમણે એમએમએફએસએલ પાસેથી લોન મેળવવા માટે રસ દર્શાવ્યો છે તેઓએ લોન માટેનું અરજી ફોર્મ ભરવું જોઈએ, તમામ પાસાઓ પૂર્ણ કરવા જોઈએ અને તે કંપનીની નજીકની શાખામાં સબમિટ કરવું જોઈએ.
 • આ રીતે પ્રાપ્ત થયેલી અરજીની રજૂઆત પર કંપની દ્વારા તરત જ સ્વીકારવામાં આવશે અને લોન મંજૂરી માટે પ્રક્રિયા કરવામાં આવશે. કંપની સબમિટ કરેલા તમામ દસ્તાવેજો અને પૂરી પાડવામાં આવેલી માહિતી પર વિચાર કરશે, ગ્રાહકની યથાર્થતાની ચકાસણી કરશે અને દરખાસ્તનું સંપૂર્ણ વિવેકથી મૂલ્યાંકન કરશે અને લોન અરજી પ્રાપ્ત થયાના 10 દિવસની અંદર મંજૂરી પત્ર આપીને લોન આપશે અને જો ગ્રાહક દ્વારા કોઈ સંદેશાવ્યવહાર પ્રાપ્ત નહીં થાય તો, લોન અરજી નામંજૂર થઈ હોવાનું માનવામાં આવે છે અને કંપની નકારવામાં આવેલા કેસો માટે કોઈ સંદેશાવ્યવહાર મોકલશે નહીં.
 • જેમની લોન યોગ્ય પ્રયત્ન પછી મંજૂર કરવામાં આવી છે તે તમામ ઋણધારકોને સ્થાનિક ભાષામાં મંજૂરી પત્ર આપવામાં આવશે.

લોન મૂલ્યાંકન અને નિયમો અને શરતો

 • સ્થાનિક ભાષામાં મંજૂરી પત્ર નીચે મુજબ હોય છે:
  • ધિરાણ કરેલી રકમ,
  • લોનના વિતરણ માટે રજૂ કરવાના દસ્તાવેજો,
  • વ્યાજનો દર,
  • ઓફર કરવામાં આવતી સિક્યુરીટીની વિગતો,
  • ચુકવણીનું સમયપત્રક
  • દંડ વ્યાજ અથવા વિલંબિત ચુકવણી શુલ્ક (નિયત તારીખ કરતાં હપતાની ચુકવણીમાં વિલંબના કિસ્સામાં)
  • લોનના વિતરણ માટે બાંયધરી આપનાર અને સહ- ધિરાણ લેનારા દ્વારા પાલન કરવા માટેનો દસ્તાવેજ.
  • મંજૂરી પત્રની નકલ સ્વીકારવી પડશે. ગ્રાહકે સ્વીકૃતિની ટોકન તરીકે મંજૂરી પત્રની એક નકલ તેની સ્વીકૃતિના રૂપમાં કંપનીને પરત આપવાની રહેશે. ત્યારબાદ કંપની સંજોગો મુજબ ડીલર અથવા ગ્રાહકની તરફેણમાં ડી.ઓ. /ચેક ઈશ્યુ કરશે
 • હાલનો લોન કરાર વિલંબિત ચુકવણી શુલ્ક માટેની જોગવાઈ પૂરી પાડતો હોવા છતાં, સૂચવ્યા મુજબ તે બોલ્ડ અક્ષરોમાં નથી. આગળ જતા, તમામ લોન કરારમાં આ જોગવાઈનો ઉલ્લેખ બોલ્ડ અક્ષરોમાં કરવામાં આવશે

નિયમો અને શરતોમાં ફેરફાર સહિત લોનનું વિતરણ

 • વ્યાજ દર, મુદત, તમામ શુલ્ક /ફી માં ફેરફાર જેવા સ્થાનિક શરતોમાં કોઈપણ ફેરફાર સ્થાનિક ભાષામાં લેખિતમાં ઋણ લેનારાને જણાવવામાં આવશે.
 • ચુકવણીને પાછી મંગાવવા, વેગ આપવા માટેનો કોઈપણ નિર્ણય કરારની શરતો અનુસાર ઋણ લેનારાને લેખિતમાં જાણ કરવામાં આવશે.
 • તમામ બાકી રકમની વસૂલાત પર એનઓસી જારી કરવામાં આવશે. સંપાર્શ્વિક (કૉલૅટરલ), જો કોઈ હોય તો, એનઓસી સાથે રીલીઝ કરવામાં આવશે. કરારની કામગીરીની બાંયધરી માટે લેવામાં આવેલા કોઈપણ કૉલૅટરલને યોગ્ય રીતે સ્વીકારવામાં આવશે અને સલામત અટકાયતમાં રાખવામાં આવશે. સિક્યોરિટીઝના ક્રોસ હોલ્ડિંગને અન્ય કરારોમાં બેલેન્સ એક્સપોઝરનો સંદર્ભ આપીને આરપીએડી દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવશે.

સામાન્ય

 • કંપની ઋણ લેનાર સાથે દાખલ કરાયેલ લોન કરારના નિયમો અને શરતો અનુસાર ફક્ત કાનૂની રીતે માન્ય ઉપાયો દ્વારા આશ્રય / પગલાં લેશે.
 • જવાબદારીઓના સ્થાનાંતરણ માટેના ગ્રાહકો તરફથી ફક્ત લેખિત વિનંતીનું મૂલ્યાંકન કંપની દ્વારા કરવામાં આવશે અને લેખિત પુષ્ટિ / અસ્વીકાર ગ્રાહકને યોગ્ય મહેનત પછી 21 દિવસની અંદર કરવામાં આવશે.
 • કોઈપણ એજન્સી કે જેની પાસે વિવિધ પ્રવૃત્તિઓ આઉટસોર્સ / સોંપેલ હોય તેને ટૂંક સમયમાં સૂચિબદ્ધ કરવી પડશે અને સમયાંતરે જારી કરવામાં આવતી કંપનીની નીતિઓ મુજબ તેને યાદીમાં દાખલ કરવામાં આવશે.
 • કંપની એક વિશિષ્ટ વસૂલાત ધરાવે છે જે કાયદા મુજબ યોગ્ય કાનૂની પ્રક્રિયા અપનાવીને વ્યાવસાયિક ધોરણે વસૂલાત પ્રવૃત્તિને નિયંત્રિત કરવામાં નિષ્ણાંત છે. તે એક વિશિષ્ટ કાર્ય હોવાથી, ગુણવત્તાની ભરતીના સ્તરે જ ધ્યાન આપવામાં આવે છે

ફરિયાદ નિવારણ તંત્ર

કોઈ ફરિયાદ /વિરોધ હોય તો ગ્રાહક નીચે મુજબની કોઈપણ રીત દ્વારા તેની ફરિયાદ કરી શકે છે.

 • વેબસાઇટ
 • ઈમેઇલ ([email protected])
 • શાખામાં જઈને
 • ડાયરેક્ટ નંબર : 022 6652 6185

જો ગ્રાહક વેબસાઇટ અને ઈમેઇલ બંને દ્વારા તેની ફરિયાદ લોગ કરવાનું પસંદ કરે, તો તેની ફરિયાદ સ્વીકારીને અને તેની ફરિયાદ નંબર અને સમાધાનના અપેક્ષિત સમય વિશે પણ માહિતી આપતો એક ઈમેઇલ /એસએમએસ ગ્રાહકને મોકલવામાં આવશે.

આ ફરિયાદો નોડલ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ દ્વારા (ફરિયાદ ટ્રેકિંગ મોડ્યુલ દ્વારા) મુંબઈની અમારી મુખ્ય કચેરી ખાતે પ્રાપ્ત થશે. ત્યાર બાદ આ ફરિયાદો પર સંબંધિત સ્થાન અને ઉકેલ માટે કાર્ય કરવામાં આવશે.

જો ગ્રાહક તેની ફરિયાદ શાખામાં લોગ કરવાનું પસંદ કરે તો તેને લેખિતમાં ફરિયાદ આપવા વિનંતી કરવામાં આવશે, જો ગ્રાહક લખી શકે તેમ ન હોય તો, તો શાખા એકાઉન્ટન્ટ ફરિયાદ પત્રમાં ભરેલી તેની વિગતો ભરશે અને નિવારણના અપેક્ષિત સમય સાથે તેનો અનન્ય ફરિયાદ નંબર પ્રદાન કરશે. આ ફરિયાદોનું નોડલ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ દ્વારા નિયમિત નિરીક્ષણ કરવામાં આવશે જેથી અસરકારક નિવારણ અને વિકાસ થાય.

કંપની પ્રાપ્ત કરેલી તમામ ફરિયાદોની નોંધણી અને નિરાકરણની ફક્ત ખાતરી જ નહીં કરશે, પરંતુ જવાબદાર વરિષ્ઠ સ્તરે અસરકારક દેખરેખ /વિકાસ પદ્ધતિની ખાતરી કરશે જેથી કોઈ પણ ફરિયાદો વણઉકાયેલી ન રહે તે સુનિશ્ચિત થાય.

ઉત્પાદનો અને સેવાઓના સંબંધમાં શાખાઓના નિર્ણયોથી ઉદ્ભવતા તમામ વિવાદો ઓછામાં ઓછા આગલા ઉચ્ચ સ્તરે સાંભળવામાં આવશે અને તેનો નિકાલ કરવામાં આવશે. તેથી, નીચે આપેલ 'ફરિયાદ નિવારણ તંત્ર’ અમલમાં મૂકવામાં આવ્યું છે

ફરિયાદ સ્તર નિવારણ સ્તર
શાખા સ્તર ક્ષેત્ર સ્તર
ક્ષેત્ર સ્તર પ્રાદેશિક સ્તર
પ્રાદેશિક સ્તર પ્રદેશ કે વિસ્તારને લગતું (ઝોનલ) સ્તર
પ્રદેશ કે વિસ્તારને લગતું (ઝોનલ) સ્તર મુખ્ય કચેરી

ફરિયાદના નિરાકરણ પછી, ગ્રાહકને મેઇલ / એસએમએસ મળશે જે ફરિયાદના નિરાકરણની પુષ્ટિ કરશે. આ સમયે ગ્રાહકે તેની પુષ્ટિ કરવી પડશે કે ફરિયાદ તેના સંતોષ માટે ઉકેલાઈ છે કે નહીં. જો ગ્રાહક મેઇલ / એસએમએસનો જવાબ નહીં આપે તો ફરિયાદ બંધ થઈ હોવાનું માનવામાં આવશે.

કંપનીની તમામ શાખાઓમાં, શાખામાં લોગ ઇન કરવા અને નિરાકરણ માટે જવાબદાર ફરિયાદ નિવારણ અધિકારી [નામ અને સંપર્ક વિગતો (ટેલિફોન /મોબાઇલ નંબર અને ઈ-મેઇલ સરનામાં સહિત) (શાખા એકાઉન્ટન્ટ) વિશે મુખ્ય ડિસ્પ્લે બોર્ડ પર તેમને માહિતી આપશે. જો ગ્રાહકને નિરાકરણ અપૂરતું લાગે તો, આ બાબત કેવી રીતે આગળ વધારવી તે અંગે વિગતવાર માહિતી (સંપર્ક વિગતો સહિત) નો ઉલ્લેખ કરવામાં આવશે. જો ફરિયાદ /વિવાદનું નિવારણ એક મહિનાના સમયગાળામાં કરવામાં ન આવે તો, ગ્રાહક અપીલ કરી શકે છે:-

અનુ. નં કેન્દ્ર એનબીએફસીની લોકપાલ યોજનાની ઓફિસનું સરનામું કોમગીરીનો વિસ્તાર
1. ચેન્નાઈ C/o રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફોર્ટ ગ્લેકિસ, ચેન્નાઇ 600 001 એસટીડી કોડ: 044 ટેલીફોન નંબર : 25395964 ફેક્સ નં : 25395488 [email protected] તામિલનાડુ, આંદામાન અને નિકોબાર આઇલેન્ડ્સ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, યુનિયન ટેરીટરી ઓફ લક્ષદ્વીપ અને યુનિયન ટેરીટરી ઓફ પુડુચેરી
2. મુંબઈ পC/o રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ બાયકલા ઓફિસ બિલ્ડીંગ સામે. મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન બાયકલા , મુંબઈ-400 008 એસટીડી કોડ: 022 ટેલિફોન નંબર: 23028140 ફેક્સ નંબર: 23022024 ઈમેઇલ : [email protected] મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશો
3. નવી દિલ્હી পC/o રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંસદ માર્ગ, નવી દિલ્હી -110001 એસટીડી કોડ: 011 ટેલીફોન નંબર: 23724856 ફેક્સ નં : 23725218-19 ઈમેઇલ : [email protected] દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, અને રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીર રાજ્યનો કેન્દ્ર શાસિત પ્રદેશ
4. કોલકાતા পC/o રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 15, નેતાજી સુભાષ રોડ કોલકાતા-700 001 એસટીડી કોડ: 033 ટેલીફોન નંબર : 22304982 ફેક્સ નં : 22305899 ઈમેઇલ : [email protected] পশ্চিমবঙ্গ, সিকিম, ওড়িশ্যা, আসাম, অরুনাচল প্রদেশ, মনিপুর, মেঘালয়, মিজোরাম, নাগাল্যান্ড, ত্রিপুরা, বিহার ও ঝাড়খন্ড

ગ્રાહકની ફરિયાદ પ્રક્રિયા અને ફરિયાદ નિવારણ નીતિની નિયમિત અંતરાલો પર સમીક્ષા કરવામાં આવશે.

એનબીએફસી દ્વારા વસૂલવામાં આવતા વધારાના વ્યાજ વિશે ફરિયાદો

કંપની કરારની શરતો અનુસાર જ વ્યાજ લે છે. મંજૂરીના પત્રમાં તેમજ લોનની સમજૂતીમાં કરારની શરતો સ્પષ્ટ રીતે જણાવેલ છે અને ચુકવણીના શિડ્યુલ મુજબ હપ્તાઓની ચુકવણીમાં કોઈપણ વિલંબ હપતાની ચુકવણીની તારીખ સુધી નિયત તારીખથી દર મહિને 3% ના દરે દંડપાત્ર વ્યાજપાત્ર થશે. ગ્રાહક માટે આ વ્યાજ દર હપતાની ચુકવણીમાં વિલંબ અવરોધક તરીકે કાર્ય કરવા માટે નિશ્ચિત થાય છે.

એનબીએફસી દ્વારા લેવામાં આવતા વધુ વ્યાજ દરનું નિયમન

કૃપા કરીને 'વ્યાજ દર અને જોખમનું મૂલ્ય' પરની અમારી નીતિનો સંદર્ભ લો

ધિરાણ કરાયેલા વાહનોનો પુન:કબજો

ધિરાણ કરાયેલા વાહનોના પુન:કબજા માટે કંપની નીચે જણાવેલી વિગતો મુજબ કાનૂની પ્રક્રિયાને અપનાવે છે

 • કરારની સમાપ્તિ
 • એનપીએના તમામ કેસો માટે લોન પાછી ખેંચી લેવી
 • આર્બિટ્રેશન કલમની માંગ અને લવાદીની નિમણૂક
 • આર્બિટ્રેટર સમક્ષ વાહનના પુન:કબજાની વચગાળાની રાહતની માંગની દાદ સાથે કરાર, ઈનવોઈસ, સંપત્તિની વિગતો સાથે દાવા (એસ.ઓ.સી.) નું સ્ટેટમેન્ટ ફાઇલ કરવું.
 • આર્બિટ્રેટરને પ્રતિવાદીઓને એસ.ઓ.સી. મોકલશે અને સુનાવણીની તારીખની જાણ કરશે
 • સુનાવણી માટે નિર્ધારિત તારીખે પુન:કબજાની વચગાળાની રાહતની મંજૂરી માંગવી
 • વાહનનો પુન:કબજો મેળવવા માટે આર્બિટ્રેટર દ્વારા રીસીવરની નિમણૂક
 • વચગાળાનો હુકમ પ્રાપ્ત કર્યા પછી, ઓર્ડરની નકલ સાથે પુન:કબજાના ઓર્ડર અંગે અધિકારક્ષેત્ર ધરાવતા સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવી
 • પુન:કબજાના ઓર્ડર સાથે વાહનનો પુન:કબજો

સંપર્કમાં રહો

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ
4થો માળ, મહિન્દ્રા ટાવર્સ,,
ડો.જી.એમ. ભોસલે માર્ગ ,,
પી.કે. કુર્ણે ચોક, વરલી,,
મુંબઇ 400 018.

અહીં ક્લિક કરો તમારી આસપાસની મહિન્દ્રા ફાઇનાન્સ શાખા શોધવા માટે મહિન્દ્રા ફાઇનાન્સ

Calculate Your EMI

 • Diverse loan offerings
 • Less documenation
 • Quick processing
Loan Amount
Tenure In Months
Rate of Interest %
Principal: 75 %
Interest Payable: 25 %

For illustration purpose only

Total Amount Payable

50000