અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરની સામૂહિક કુશળતા અને દૃષ્ટિ લોકોને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવીને અજ્ઞાત તરફ સાહસ માટે માર્ગદર્શન અને પ્રેરણા આપે છે.
બોર્ડમાં નવ જાણીતા ડિરેક્ટર હોય છે જેમને અમારી કંપનીના કામકાજની સામાન્ય દેખરેખ, માર્ગદર્શન અને સંચાલનનો હવાલો સોંપાયેલો હોય છે. ડિરેક્ટર બોર્ડની પ્રાથમિક જવાબદારીઓમાં શામેલ છે:
કોર્પોરેટ ગવર્નન્સના ઉચ્ચ ધોરણોનું નિરીક્ષણ કરવું અને વિવિધ કાયદાઓનું પાલન કરવું
અમારા નાણાકીય મેનેજમેન્ટની દેખરેખ રાખવી અને વિવિધ વ્યવસાયોને મંજૂરી આપવી
અમારી પોલિસીઓ અને પ્રક્રિયાઓ ઘડવી
અમારી કામગીરીનું નિરીક્ષણ કરવું અને વિકાસની વ્યૂહરચનાને વિસ્તૃત કરવી
વિરૂદ્ધ-પક્ષ અને અન્ય દૂરદર્શી જોખમ વ્યવસ્થાપનની મર્યાદા સેટ કરવી
ડો. અનિશ શાહ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ છે. તેઓ ગ્રુપ પ્રેસિડેન્ટ (સ્ટ્રેટેજી) તરીકે મહિન્દ્રા ગ્રુપમાં 2014 માં જોડાયા, અને મહત્ત્વની વ્યૂહાત્મક પહેલ, ડિજિટાઇઝેશન અને ડેટા સાયન્સ જેવી ક્ષમતાઓ, અને ગ્રુપ કંપનીઓમાં સહયોગ સક્ષમ કરવા માટે તમામ વ્યવસાયો સાથે નિકટથી કામ કર્યું. 2019 માં, તેમને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીએફઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં સીઈઓની ભૂમિકામાં ફેરફાર યોજનાના ભાગ રૂપે, ગ્રુપ કોર્પોરેટ ઑફિસની અને ઓટો અને ફાર્મ ક્ષેત્રો સિવાયના તમામ વ્યવસાયોની સંપૂર્ણ દેખરેખની તેમની જવાબદારી હતી.
અનીશ 2009-14 થી જીઈ કેપિટલ ઈન્ડિયાના પ્રમુખ અને સીઈઓ હતા, જ્યાં તેમણે તેના એસબીઆઈ કાર્ડ સંયુક્ત સાહસની કાયાપલટ સહિત વ્યવસાયના પરિવર્તનનું નેતૃત્વ કર્યું હતું. જીઈ ખાતે તેમની કારકિર્દીનો સમયગાળો 14 વર્ષનો રહ્યો હતો, જે દરમિયાન તેમણે જીઈ કેપિટલના યુએસ અને વૈશ્વિક એકમોમાં ઘણા નેતૃત્વ પદ સંભાળ્યા. વૈશ્વિક મોર્ટગેજના ડિરેક્ટર તરીકે, તેમણે વિકાસને વેગ આપવા અને જોખમનું સંચાલન કરવા માટે 33 દેશોમાં કામ કર્યું. જીઈ મોર્ટગેજ વીમામાં સિનિયર વાઇસ પ્રેસિડન્ટ (માર્કેટિંગ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ) તરીકે, તેમણે વિવિધ વિકાસના કાર્યોની પહેલ કરી અને જીઈ તરફથી સ્પિનઓફ તરીકે, આઈપીઓ માટે વ્યવસાય તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. જીઈ સાથેના તેમના પ્રારંભિક વર્ષોમાં, અનિશે પણ સ્ટ્રેટેજી, ઈકોમર્સ અને સેલ્સફોર્સનું અસરકારકતા સાથે નેતૃત્વ કર્યું હતું અને જીઈ (GE) ની અંદર ડોટ-કોમ બિઝનેસ ચલાવવાનો અનન્ય અનુભવ મેળવ્યો હતો. “ડિજિટલ કોકપિટ” વિકસાવવામાં સિક્સ સિગ્માના ઉત્કૃષ્ટ ઉપયોગ માટે અનીશે જીઈનો પ્રતિષ્ઠિત લુઇસ લેટિમર એવોર્ડ પણ મેળવ્યો.
તેઓ જીઈ ઉપરાંત વૈશ્વિક વ્યવસાયોનો વૈવિધ્યસભર અનુભવ ધરાવે છે. તેમણે બેન્ક ઓફ અમેરિકાના યુએસ ડેબિટ પ્રોડક્ટ્સ બિઝનેસનું નેતૃત્વ કર્યું, જ્યાં તેમણે ઈનોવેટીવ રિવોર્ડ્સ પ્રોગ્રામ શરૂ કર્યો, પેમેન્ટ ટેકનોલોજીમાં અસંખ્ય પહેલનું નેતૃત્વ કર્યું, અને ગ્રાહક માટે મૂલ્ય વધારવા માટે બેંકની વિવિધ ટીમો સાથે નજીકથી કામ કર્યું.
બોસ્ટનમાં બેઇન એન્ડ કંપનીમાં સ્ટ્રેટેજી કન્સલટન્ટ તરીકે, તેમણે બેન્કિંગ, ઓઇલ રિગ્સ, પેપર, પેઇન્ટ, સ્ટીમ બૉઈલર્સ અને તબીબી સાધનો સહિત અનેક ઉદ્યોગોમાં કામ કર્યું હતું. તેમની પ્રથમ કામગીરી મુંબઈમાં સિટીબેંક સાથે હતી, જ્યાં તેમણે આસિસ્ટન્ટ મેનેજર, ટ્રેડ સર્વિસીસ તરીકે બેંક ગેરંટીઝ અને ક્રેડિટના પત્રો ઈશ્યુ કર્યા હતા.
કાર્નેગી મેલોનની ટેપર સ્કૂલ ઓફ બિઝનેસમાંથી અનિશ પીએચડી ધરાવે છે જ્યાં તેમની ડોક્ટરલ થિસિસ કોર્પોરેટ ગવર્નન્સના ક્ષેત્રમાં હતી. તેમણે કાર્નેગી મેલોનમાંથી માસ્ટર્સ ડિગ્રી પણ મેળવી અને ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદથી મેનેજમેન્ટ પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપ્લોમા ધરાવે છે. તેમને વિલિયમ લેટીમર મેલોન શિષ્યવૃત્તિ, આઈઆઈએમએ ખાતે ઉદ્યોગ શિષ્યવૃત્તિ, રાષ્ટ્રીય પ્રતિભા શોધ, અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ સહિત વિવિધ શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ છે.
મહિન્દ્રા ગ્રુપ ખાતે શ્રી રમેશ અય્યરનો મુખ્ય કાયદેસરનો અધિકૃત આદેશ, ગ્રામીણ સમૃદ્ધિને આગળ વધારવાની અમારી માર્ગદર્શક માન્યતાને અનુરૂપ, સર્વાંગી વિકાસને આગળ વધારવાનો છે. 1994 થી ભારતની અગ્રણી ગ્રામીણ ફાઇનાન્સ કંપનીઓમાં મહિન્દ્રા ફાઇનાન્સના નિર્માણમાં તેમનો મુખ્ય ફાળો છે.
શ્રી ઐયર મહિન્દ્રા ગ્રુપના ફાઇનાન્સિયલ સર્વિસીસ સેક્ટરનું સંચાલન કરે છે જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ, મહિન્દ્રા ઇન્શ્યોરન્સ બ્રોકર્સ લિમિટેડ, મહિન્દ્રા રૂરલ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઈવેટ લિમિટેડ અને મહિન્દ્રા ટ્રસ્ટી કંપની પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. તે રબોબેંક ગ્રુપની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ડી લેજ લેન્ડન ફાઇનાન્સિયલ સર્વિસીસ આઈએનસી. (ડી.એલ.એલ.એફ.એસ.) ના સંયુક્ત ઉપક્રમે મહિન્દ્રા ફાઇનાન્સ યુ.એસ.એ., એલ.એલ.સી. ની કામગીરીની પણ દેખરેખ રાખે છે. સેક્ટરની કુલ એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 75,000 કરોડ (લગભગ 11 બિલિયન યુએસ ડોલર)કરતાં વધુ છે.
શ્રી અય્યર દેશના ગતિશીલ નાણાકીય સેવાઓ ક્ષેત્રના વિકાસમાં નજીકથી સંકળાયેલા છે અને કન્ફેડરેશન ઓફ ઈન્ડીયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) ના નાણાકીય સમાવેશ અને ડિજિટાઇઝેશન અંગેના રાષ્ટ્રીય સમિતિના સક્રિય સભ્ય છે. તેઓ લીડરશીપ અને એચઆર અંગેની સીઆઈઆઈની રાષ્ટ્રીય સમિતિના સભ્ય પણ છે. શ્રી અય્યર માનવ સંસાધન અંગેની સીઆઈઆઈ ડબ્લ્યુઆર ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ છે અને આઈએમસી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની એનબીએફસી કમિટીના સહ-અધ્યક્ષ પણ છે. તે બોમ્બે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (બીસીસીઆઈ), ફાઇનાન્સ ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ (એફઆઈડીસી) અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એફઆઇસીસીઆઈ) ની એનબીએફસીની ટાસ્કફોર્સના ખ્યાતનામ સભ્ય છે. તે મહિન્દ્રા ગ્રુપની અનેક કંપનીઓના બોર્ડમાં પણ સેવા આપે છે.
ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટરની વિવિધ સંસ્થાઓ ઉપરાંત, શ્રી અય્યર આઈઆઈટીબી-વોશિંગ્ટન યુનિવર્સિટી, વિદ્યાલંકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી - સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, વી-સ્કૂલની પીજીડીએમ-રૂરલ મેનેજમેન્ટ કમિટી અને વિવેક કોલેજ ઓફ કોમર્સની કોલેજની વિકાસ સમિતિ જેવી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સલાહકાર બોર્ડમાં પણ છે.
શ્રી ધનંજય મુંગલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના સભ્ય છે અને મુંબઈ યુનિવર્સિટીમાંથી કોમર્સ અને લોમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે. તેમણે ભારત અને યુરોપમાં કોર્પોરેટ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં પોતાની કારકિર્દીનો મોટા ભાગનો સમય વિતાવ્યો છે. તેઓ - પ્રાઈવેટ બેંકિંગ, બેંક ઓફ અમેરિકા-ના વાઇસ પ્રેસિડેન્ટ હતા અને - એક્ઝિક્યુટિવ કમિટી, ડીએસપી મેરિલ લિંચ લિમિટેડ-ના સભ્ય હતા. હાલમાં, તે ભારત અને યુરોપ બંનેમાં વિવિધ કોર્પોરેશનોના સલાહકાર છે. તેઓ વિવિધ જાહેર અને ખાનગી મર્યાદિત કંપનીઓના બોર્ડ પર ચૂંટાયા છે. તેઓ ડેવલપમેન્ટ કાઉન્સીલ -ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ, ઓક્સફર્ડ, યુ.કે.ના સભ્ય છે અને મહિન્દ્રા યુનાઇટેડ વર્લ્ડ કોલેજની રાષ્ટ્રીય સમિતિના સભ્ય છે.
શ્રી વી એસ પાર્થસારથી બહુવિધ વિચારધારાઓ ધરાવતી વ્યક્તિ અને વૈશ્વિક નેતા છે.સીએફઓ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (એમ એન્ડ એમ) અને ગ્રુપ સીઆઈઓ તરીકેની તેમની ભૂમિકામાં, તે વિશ્વની ટોચની 50 સૌથી પ્રશંસનીય બ્રાન્ડમાં શામેલ થવાનો ધ્યેય સિદ્ધ કરવો મહિન્દ્રા ગ્રુપ માટે સરળ બનાવે છે.તે "ગ્રુપ એક્ઝિક્યુટિવ બોર્ડ" તરીકે ઓળખાતા મહિન્દ્રા ગ્રુપના સુપરવાઇઝરી બોર્ડના થિંક-ટેન્કના સભ્ય છે.તે મહિન્દ્રા ગ્રુપની વિવિધ કંપનીઓના બોર્ડમાં છે અને તે સિસ્કોના ગ્લોબલ આઇટી કસ્ટમર એડવાઇઝરી બોર્ડ અને એચપીના એપીજે કસ્ટમર એડવાઇઝરી બોર્ડના સભ્ય પણ છે. શ્રી ચંદ્રશેખર ભાવેએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા પછી 1975 માં ભારતીય વહીવટી સેવા (આઈએએસ) માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં જુદા જુદા હોદ્દા પર કામ કર્યું અને કુટુંબ કલ્યાણ અને વહીવટમાં શ્રેષ્ઠતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મહારાષ્ટ્ર સરકાર તરફથી એવોર્ડ પણ મેળવ્યા છે. ત્યારબાદ તેમણે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) માં વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે 1992-1996 સુધી કામ કર્યું, ભારતીય મૂડી બજારો માટે નિયમનકારી માળખું ઘડવામાં મદદ કરી.
શ્રી ભાવેએ ત્યારબાદ 1996 માં નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ) ની સ્થાપના કરવા માટે આઈએએસમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી અને 1996 થી 2008 સુધી તેના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર હતા. શ્રી ભાવે વર્ષ 2008 થી 2011 સુધી ભારતના મૂડી બજારોના નિયમનકાર સેબીના અધ્યક્ષ હતા. આ સમયગાળા દરમિયાન તે એશિયા-પેસિફિક રીજનલ કમિટીના અધ્યક્ષ અને ઈંટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન (આઇઓએસસીઓ) ની ટેકનીકલ અને કારોબારી સમિતિના સભ્ય પણ હતા.
શ્રી ભાવે અનેક વ્યાવસાયિક જોડાણો ધરાવે છે જેમાં શામેલ છે:
જાહેર હિતના દૃષ્ટિકોણથી ઈંટરનેશનલ ફેડરેશન ઓફ એકાઉન્ટન્ટ્સના સ્ટાંડર્ડ- સેટીંગ સંસ્થાઓના કામની દેખરેખ રાખનાર મેડ્રિડ, પબ્લિક ઇન્ટરેસ્ટ ઓવરસાઇટ બોર્ડ (પીઆઈઓબી) ના સભ્ય. સિટી ઓફ લંડન એડવાઇઝરી કાઉન્સિલ ફોર ઈન્ડિયાના સભ્ય. આઇએફઆરએસ ફાઉન્ડેશન, લંડનના ટ્રસ્ટી કે જે ઈંટરનેશનલ એકાઉંટીંગ સ્ટાંડર્ડ બોર્ડની દેખરેખ રાખે છે.
શ્રી ભાવે શહેરી વિસ્તારોના સંદર્ભમાં માનવ વસાહતોને લગતી જાણકારી તૈયાર કરવા અને પ્રસારિત કરવાના હેતુથી સ્થાપિત થયેલી એક બિન-લાભકારી સંસ્થા, ઈંડીયન ઈંસ્ટીટ્યુટ ફોર હ્યુમન સેટલમેન્ટ (આઈઆઈએચએસ) ના બિન-કારોબારી અધ્યક્ષ છે.
શ્રીમતી રામા બીજપુરકર બિઝનેસ-માર્કેટ વ્યૂહરચના અને ભારતના ગ્રાહક અર્થતંત્ર અંગેના આદરણીય વિચારશીલ નેતા છે. તેણી સ્વતંત્ર બજાર વ્યૂહરચના કન્સલ્ટિંગ પ્રેક્ટિસ ધરાવે છે અને માર્કેટ રિસર્ચ અને માર્કેટ સ્ટ્રેટેજી કન્સલ્ટિંગમાં લગભગ ચાર દાયકાનો અનુભવ ધરાવે છે.
તે ઘણા અનુભવી સ્વતંત્ર ડિરેક્ટર છે જેમણે અનેક બ્લુ ચિપ કોર્પોરેટરો અને સામાજિક સંસ્થાઓના બોર્ડમાં સેવા આપી છે અને તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે મેનેજમેન્ટ પ્રેક્ટિસના પ્રોફેસર છે, અને ભારતના ગ્રાહક બજાર અને ગ્રાહક આધારિત વ્યવસાય વ્યૂહરચના પર પ્રશંસનીય પુસ્તકોના લેખક છે.
શ્રીમતી બીજપુરકરે દિલ્હી યુનિવર્સિટીમાંથી ફિઝિક્સમાં બી.એસ.સી. (ઓનર્સ) અને ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ડિગ્રી ધરાવે છે. પાછલા રોજગારમાં મેકકિન્સે એન્ડ કંપની, એમએઆરજી માર્કેટિંગ એન્ડ રિસર્ચ ગ્રુપ (હવે એસી નીલ્સન ઇન્ડિયા) અને હિન્દુસ્તાન લીવર લિમિટેડ (હાલ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ) સાથે સંપૂર્ણ સમયની કન્સલ્ટીંગનો સમાવેશ થાય છે.
શ્રી મિલિંદ સરવતે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, કોમર્સ ગ્રેજ્યુએટ અને સીઆઈઆઈ-ફુલબ્રાઇટ ફેલો (કાર્નેગી મેલોન યુનિવર્સિટી, પીટ્સબર્ગ, યુએસએ) છે. તેઓ મેરિકો અને ગોદરેજ જેવા જૂથોમાં ફાઇનાન્સ, એચઆર, સ્ટ્રેટેજી અને કોર્પોરેટ કમ્યુનિકેશનમાં 35 થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે.
શ્રી મિલિંદ સરવતે ઈન્ક્રીએટ વેલ્યુ એડવાઈઝર એલએલપીના સ્થાપક અને સીઈઓ છે. તેમનું ધ્યેય સંસ્થાઓ અને વ્યક્તિઓ માટે વ્યવસાય અને સામાજિક મૂલ્યનું સર્જન કરવા માટે યોગદાન આપવાનું છે. સલાહકાર, બોર્ડના સભ્ય અને રોકાણકાર જેવી વિવિધ ભૂમિકાઓ દ્વારા તે પોતાના ધ્યેય તરફ આગળ વધી રહ્યા છે.
તેમની સલાહકારી ભૂમિકા ગ્રાહક ક્ષેત્ર અને સામાજિક જવાબદારી ક્ષેત્રને આવરી લે છે.
તેમની ડિરેક્ટરશીપમાં ગ્લેનમાર્ક, માઇન્ડટ્રી, મેટ્રોપોલીસ હેલ્થકેર, મેટ્રીમોની ડોટ કોમ અને હાઉસ ઓફ અનિતા ડોંગરેનો સમાવેશ થાય છે.
તેમના રોકાણ કેન્દ્રિત વિસ્તારોમાં ગ્રાહક ક્ષેત્ર અને નાણાં તેમજ માનવ સંસાધનોના નિષ્ણાંત કાર્યક્ષેત્રોની આસપાસ નિર્મિત ભંડોળ / સંસ્થાઓ શામેલ છે.
શ્રી મિલિંદ સરવતેને 2011 માં આઈસીએઆઈ એવોર્ડ-સીએફઓ-એફએમસીજી અને 2012 માં સીએનબીસી ટીવી -18 સીએફઓ એવોર્ડ-એફએમસીજી એન્ડ રિટેલ મળ્યો હતો. તેમનો 2013 માં સીએફઓ ઇન્ડિયાના હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
અમિત રાજે હાલમાં "ચીફ ઓપરેટિંગ ઓફિસર ડિજિટલ ફાઇનાન્સ-ડિજિટલ બિઝનેસ યુનિટ"તરીકે નિયુક્ત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડના સંપૂર્ણ સમયના ડિરેક્ટર છે. અમિત જુલાઈ 2020 માં મહિન્દ્રા ગ્રુપ સાથે એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ - પાર્ટનરશીપ એન્ડ અલાયન્સિસ તરીકે જોડાયા હતા અને એમ એન્ડ એ એન્ડ ઇન્વેસ્ટર રિલેશન્સ ના દોરીસંચાર માટે જવાબદાર હતા. મહિન્દ્રા ગ્રૂપમાં જોડાતા પહેલા, અમિત ગોલ્ડમૅન સૅશના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિંગ એરિયામાં મેનેજિંગ ડિરેક્ટર હતા. તેઓ નોવેલટેક ફીડ્સ પ્રાઇવેટ લિમિટેડ, ગુડ હોસ્ટ સ્પેસીસ પ્રાઇવેટ લિમિટેડ અને ગ્લોબલ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના બોર્ડ પર ગોલ્ડમૅન સૅશના નોમિની ડિરેક્ટર હતા. અમિત કોર્પોરેટ ફાઇનાન્સ, મર્જર અને એક્વિઝિશન અને પ્રાઇવેટ ઇક્વિટીમાં 20 વર્ષથી વધુનો સંચિત અનુભવ ધરાવે છે. ગોલ્ડમૅન સૅશ પહેલા, તેમણે કોટક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ, કોટક મહિન્દ્રા બેન્કના વૈકલ્પિક એસેટ આર્મ અને ટ્રાન્ઝેક્શન એડવાઇઝરી સર્વિસિસમાં ડેલોઇટ એન્ડ કંપની સાથે કામ કર્યું હતું. અમિત મુંબઇ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક છે અને લંડન બિઝનેસ સ્કૂલમાંથી ફાઇનાન્સ અને પ્રાઈવેટ ઇક્વિટીમાં વિશેષતા સાથે એમબીએ થયેલ છે.
ડો. રેબેકા ન્યુજેન્ટ સ્ટીફન ઇ. અને જોયસ ફીનબર્ગ પ્રોફેસર સ્ટેટિસ્ટિક્સ એન્ડ ડેટા સાયન્સ અને ડિપાર્ટમેન્ટ હેડ ફોર ધ કાર્નેગી મેલોન સ્ટેટિસ્ટિક્સ એન્ડ ડેટા સાયન્સ ડિપાર્ટમેન્ટ, અને બ્લોક સેન્ટર ફોર ટેક્નોલોજી અને સોસાયટીના સંલગ્ન ફેકલ્ટીના સભ્ય છે. તે સ્ટેટિસ્ટિક્સ એન્ડ ડેટા સાયન્સ કન્સલ્ટિંગ, રીસર્ચ, એપ્લીકેશન્સ, શિક્ષણ અને વહીવટમાં યુનિવર્સિટી-કક્ષાની શિક્ષણવિદ્યામાં 15 વર્ષનો અનુભવ ધરાવે છે. ન્યુજેન્ટ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ, એન્જિનિયરિંગ અને મેડિસિન સ્ટડીના સહ-અધ્યક્ષ છે, જે ડેટા વપરાશમાં સંરક્ષણ સંપાદન કર્મચારીઓની ક્ષમતામાં સુધારો કરે છે અને તાજેતરમાં એનએએસઇએમ અભ્યાસ પર ડેટા સાયાન્સ ડિસિપ્લિનનો ભાવિ ચિતાર રજૂ કર્યો છે: અંડરગ્રેજ્યુએટ પરિપ્રેક્ષ્ય.
તે સ્ટેટિસ્ટિક્સ અને ડેટા સાયન્સ કોર્પોરેટ કેપસ્ટોન પ્રોગ્રામ, એક પ્રાયોગિક શિક્ષણ પહેલ જે વર્તમાન વ્યવસાયિક પડકારો માટે ડેટા સાયાન્સના ઉકેલો વિકસાવવા અને જમાવવા પર ઉદ્યોગ અને સરકારી સંસ્થાઓ સાથે ભાગીદારી કરે છે, તેના ફાઉન્ડીંગ ડીરેક્ટર છે અને નિયમિતપણે નાણા, માર્કેટિંગ, આરોગ્ય સંભાળ અને શૈક્ષણિક ટેકનોલોજીમાં વૈશ્વિક સાહસો સાથે સલાહ લે છે. ડો. ન્યુજેન્ટ ક્લસ્ટરીંગ અને વર્ગીકરણ પદ્ધતિમાં મોટા પાયે કામ કર્યું છે, જેમાં ઉચ્ચ-પરિમાણીય, મોટા ડેટા સમસ્યાઓ અને રેકોર્ડ લિંકેજ એપ્લિકેશનો પર ભાર મૂક્યો છે અને આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ ક્લાસિફિકેશન સોસાયટીના પ્રમુખ સહિતના નેતૃત્વ હોદ્દાઓ પર કામ કર્યું છે (2022 માટે નિર્ધારિત). તેણીનું હાલનું સંશોધન ધ્યાન ઇન્ટરેક્ટિવ ડેટા એનાલિટિક્સ પ્લેટફોર્મના વિકાસ અને જમાવટ પર છે જે ડેટા-માહિતગાર નિર્ણય લેવામાં પ્રોત્સાહન આપે છે અને અનુકૂલનશીલ સૂચના અને વિજ્ઞાન તરીકે ડેટા સાયન્સના અભ્યાસને મંજૂરી આપે છે.
તેણે સ્ટેટિસ્ટિક્સ એજ્યુકેશન ઇન ઇનોવેશન માટે અમેરિકન સ્ટેટિસ્ટિકલ એસોસિએશન વોલર એવોર્ડ સહિતના અનેક રાષ્ટ્રીય અને યુનિવર્સિટીના ટીચિંગ એવોર્ડ જીત્યા છે અને સ્ટેટિસ્ટિક્સમાં સ્પ્રિન્જર ટેક્સ્ટ્સના કોએડિટર્સ તરીકે સેવા આપે છે.
તેમણે યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાંથી સ્ટેટિસ્ટિક્સમાં પીએચડી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્ટેટિસ્ટિક્સમાં એમ.એસ., અને મેથ્સ, સ્ટેટિસ્ટિક્સમાં બી.એ. અને રાઇસ યુનિવર્સિટીમાંથી સ્પેનિશમાં કર્યું છે.
શ્રી અમિત સિંહાની નિમણૂંક 1 નવેમ્બર 2020 થી, ગ્રુપ સ્ટ્રેટેજીના પ્રમુખ તરીકે, પિતૃ કંપની, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ("એમ એન્ડ એમ") દ્વારા કરવામાં આવી છે. શ્રી અમિત સિંહા ગ્રુપ સ્ટ્રેટેજી ઑફિસનું નેતૃત્વ કરે છે અને ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળે વૃદ્ધિ માટે વ્યવસાયોના જૂથના એકંદર પોર્ટફોલિયો સાથે કામ કરે છે. તે આંતરરાષ્ટ્રીય કાઉન્સિલની પણ હિમાયત કરે છે અને અમેરિકા, એશિયા પેસિફિક અને આફ્રિકામાં આંતરરાષ્ટ્રીય સિનર્જીઝનું સંકલન કરવામાં મદદ કરે છે. તેમના પોર્ટફોલિયોમાં જોખમ અને અર્થશાસ્ત્રી કાર્યોનો પણ સમાવેશ થાય છે. તે ગ્રુપ કોર્પોરેટ ઓફિસ લીડરશીપ ટીમનો ભાગ છે.
એમ એન્ડ એમમાં જોડાતા પહેલા, શ્રી અમિત સિંહા બેઇન એન્ડ કંપની સાથે વરિષ્ઠ ભાગીદાર અને ડિરેક્ટર હતા. બેઇનમાં 18 વર્ષથી વધુ સમય સુધી, તેમણે મોટા પાયે, મલ્ટી-કન્ટ્રી સ્ટ્રેટેજી, સંસ્થા, ડિજિટલ અને કામગીરી સુધારણા પ્રોજેક્ટ્સનું સંચાલન કર્યું. તેમણે યુ.એસ.અને ભારતમાં અગ્રણી પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સ માટે ખંત અને સંપૂર્ણ સંભવિત પોર્ટફોલિયો વ્યૂહરચના પ્રોજેક્ટ્સ (ખરીદી પછી) સાથે અસંખ્ય ધંધાર્થીઓનું નેતૃત્વ પણ કર્યું છે. શ્રી અમિત સિન્હાએ ટાટા મોટર્સ સાથે કારકીર્દિની શરૂઆત કરી હતી અને ભારત, સિંગાપોર અને યુ.એસ. માં ટેક્નોલોજી નેતૃત્વની ભૂમિકાઓમાં આઈગેટ પટની (હવે કેપગેમિની) સાથે કામ કર્યું હતું.
શ્રી અમિત સિંહા વોર્ટન સ્કૂલ, પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી ડ્યુઅલ એમબીએ ધરાવે છે, જે ફાઇનાન્સ એન્ડ સ્ટ્રેટેજીમાં વિશેષતા ધરાવે છે, જ્યાં તેઓ પામર સ્કોલર હતા અને સિબેલ શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી હતી. તેઓ બિરલા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, રાંચીથી બેચલર ઓફ એન્જિનિયરિંગ (ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ)ની સ્નાતકની પદવી ધરાવે છે. શ્રી અમિત સિંહા તેમના ઈન્ડીયા લીડરશીપ ફેલોશિપ, પ્રોગ્રામના ભાગરૂપે અનંત એસ્પેન સાથી પણ છે.
વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર- મહિન્દ્રા અને મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ, પ્રમુખ - નાણાકીય સેવા ક્ષેત્ર અને ગ્રુપ એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય - મહિન્દ્રા અને મહિન્દ્રા લિમિટેડ
મહિન્દ્રા ગ્રુપ ખાતે શ્રી રમેશ અય્યરનો મુખ્ય મેન્ડેટ, ગ્રામીણ સમૃદ્ધિને આગળ વધારવાની અમારી માર્ગદર્શક માન્યતાને અનુરૂપ, સર્વાંગી વિકાસને આગળ વધારવાનો છે. 1994 થી ભારતની અગ્રણી ગ્રામીણ ફાઇનાન્સ કંપનીઓમાં મહિન્દ્રા ફાઇનાન્સના નિર્માણમાં તેમનો મુખ્ય ફાળો છે.
શ્રી ઐયર મહિન્દ્રા ગ્રુપના ફાઇનાન્સિયલ સર્વિસીસ સેક્ટરનું સંચાલન કરે છે જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ, મહિન્દ્રા ઇન્શ્યોરન્સ બ્રોકર્સ લિમિટેડ, મહિન્દ્રા રૂરલ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઈવેટ લિમિટેડ અને મહિન્દ્રા ટ્રસ્ટી કંપની પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. તે રબોબેંક ગ્રુપની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ડી લેજ લેન્ડન ફાઇનાન્સિયલ સર્વિસીસ આઈએનસી. (ડી.એલ.એલ.એફ.એસ.) ના સંયુક્ત ઉપક્રમે મહિન્દ્રા ફાઇનાન્સ યુ.એસ.એ., એલ.એલ.સી. ની કામગીરીની પણ દેખરેખ રાખે છે. સેક્ટરની કુલ એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 75,000 કરોડ (લગભગ 11 બિલિયન યુએસ ડોલર)કરતાં વધુ છે.
શ્રી અય્યર દેશના ગતિશીલ નાણાકીય સેવાઓ ક્ષેત્રના વિકાસમાં નજીકથી સંકળાયેલા છે અને કન્ફેડરેશન ઓફ ઈન્ડીયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) ના નાણાકીય સમાવેશ અને ડિજિટાઇઝેશન અંગેના રાષ્ટ્રીય સમિતિના સક્રિય સભ્ય છે. તેઓ લીડરશીપ અને એચઆર અંગેની સીઆઈઆઈની રાષ્ટ્રીય સમિતિના સભ્ય પણ છે. શ્રી અય્યર માનવ સંસાધન અંગેની સીઆઈઆઈ ડબ્લ્યુઆર ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ છે અને આઇએમસી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની એનબીએફસી કમિટીના સહ-અધ્યક્ષ પણ છે. તે બોમ્બે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (બીસીસીઆઈ), ફાઇનાન્સ ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ (એફઆઈડીસી) અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એફઆઇસીસીઆઈ) ની એનબીએફસીની ટાસ્કફોર્સના ખ્યાતનામ સભ્ય છે. તે મહિન્દ્રા ગ્રુપની અનેક કંપનીઓના બોર્ડમાં પણ સેવા આપે છે.
ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટરની વિવિધ સંસ્થાઓ ઉપરાંત, શ્રી અય્યર આઈઆઈટીબી-વોશિંગ્ટન યુનિવર્સિટી, વિદ્યાલંકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી - સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, વી-સ્કૂલની પીજીડીએમ-રૂરલ મેનેજમેન્ટ કમિટી અને વિવેક કોલેજ ઓફ કોમર્સની કોલેજની વિકાસ સમિતિ જેવી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સલાહકાર બોર્ડમાં પણ છે.
અમિત રાજે હાલમાં "ચીફ ઓપરેટિંગ ઓફિસર ડિજિટલ ફાઇનાન્સ-ડિજિટલ બિઝનેસ યુનિટ"તરીકે નિયુક્ત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડના સંપૂર્ણ સમયના ડિરેક્ટર છે. અમિત જુલાઈ 2020 માં મહિન્દ્રા ગ્રુપ સાથે એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ - પાર્ટનરશીપ એન્ડ અલાયન્સિસ તરીકે જોડાયા હતા અને એમ એન્ડ એ એન્ડ ઇન્વેસ્ટર રિલેશન્સ ના દોરીસંચાર માટે જવાબદાર હતા. મહિન્દ્રા ગ્રૂપમાં જોડાતા પહેલા, અમિત ગોલ્ડમૅન સૅશના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિંગ એરિયામાં મેનેજિંગ ડિરેક્ટર હતા. તેઓ નોવેલટેક ફીડ્સ પ્રાઇવેટ લિમિટેડ, ગુડ હોસ્ટ સ્પેસીસ પ્રાઇવેટ લિમિટેડ અને ગ્લોબલ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના બોર્ડ પર ગોલ્ડમૅન સૅશના નોમિની ડિરેક્ટર હતા. અમિત કોર્પોરેટ ફાઇનાન્સ, મર્જર અને એક્વિઝિશન અને પ્રાઇવેટ ઇક્વિટીમાં 20 વર્ષથી વધુનો સંચિત અનુભવ ધરાવે છે. ગોલ્ડમૅન સૅશ પહેલા, તેમણે કોટક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ, કોટક મહિન્દ્રા બેન્કના વૈકલ્પિક એસેટ આર્મ અને ટ્રાન્ઝેક્શન એડવાઇઝરી સર્વિસિસમાં ડેલોઇટ એન્ડ કંપની સાથે કામ કર્યું હતું. અમિત મુંબઇ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક છે અને લંડન બિઝનેસ સ્કૂલમાંથી ફાઇનાન્સ અને પ્રાઈવેટ ઇક્વિટીમાં વિશેષતા સાથે એમબીએ થયેલ છે.
વિવેક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (1994), કોસ્ટ અકાઉન્ટન્ટ (1993) અને બોમ્બે યુનિવર્સિટીમાંથી (1991) બી.કોમ થયેલ છે. તેમની પાસે પીએન્ડજી, સિમેન્સ ઇન્ફર્મેશન સિસ્ટમ્સ અને આઈસીઆઈસીઆઈ ખાતે તેમની ફરજો દરમિયાન કન્ઝ્યુમર ગૂડ્ઝ, આઇટી કન્સલ્ટિંગ અને પ્રોજેક્ટ ફાઇનાન્સ જેવા વિવિધ ક્ષેત્રોનો 25 થી વધુ વર્ષોનો સમૃદ્ધ અનુભવ છે.
મહિન્દ્રા ફાઇનાન્સમાં જોડાતાં પહેલાં, લગભગ 20 વર્ષોથી, તેઓ સૂચિબદ્ધ એફએમસીજી કંપની મેરિકો લિમિટેડ સાથે રહ્યા છે. મેરીકોના ગ્રુપ સીએફઓ તરીકેની તેની છેલ્લી ભૂમિકામાં, તેમણે બિઝનેસ ફાઇનાન્સ અને કમર્શિઅલ, ટ્રેઝરી અને વીમા, રોકાણકારો સાથે સંબંધો, આંતરિક ઓડિટ અને ગવર્નન્સ, રિસ્ક એન્ડ કમ્પ્લાયન્સ (જીઆરસી), અકાઉન્ટિંગ અને પેરોલ, ટેક્સેસન અને એમ એન્ડ એ જેવા વિવિધ કાર્યોનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે.
વિવેકે એફઆઈસીસીઆઈની કોર્પોરેટ ફાઇનાન્સ સમિતિના સભ્ય તરીકે કામ કર્યું છે. તે હાલમાં એફઆઈસીસીઆઈના સીએફઓ કૉન્ક્લેવના સભ્ય છે.
શ્રી અનુજ મહેરા મહિન્દ્રા રૂરલ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (એમઆરએચએફએલ) ના મેનેજિંગ ડિરેક્ટર છે, જે હાઉસિંગ ફાઇનાન્સ લોનનો વ્યવસાય કરે છે. કાર્યકારી ક્ષેત્રોમાં પૂર્ણ વિકસિત અનુભવ અને નાણાકીય સેવાઓ ક્ષેત્રમાં 16 થી વધુ વર્ષના અનુભવ સાથે, શ્રી મહેરાએ મહિન્દ્રા રૂરલ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ સાથે 2007 માં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે તેમની યાત્રા શરૂ કરી હતી.
દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એ. ઓનર્સ. (ઈકોનોમિક્સ) ધરાવતા, શ્રી મહેરાએ 1982 માં અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી અનુસ્નાતક પૂર્ણ કર્યું. તેમણે ટૂંક સમય માટે લેકમે લિમિટેડના ફાર્માસ્યુટિકલ વિભાગના ઓલ ઇન્ડિયા સેલ્સ મેનેજર તરીકે પદ સંભાળતાં પહેલાં લગભગ 7 વર્ષ સુધી લેકમે લિમિટેડ (સેલ્સ એન્ડ માર્કેટિંગમાં) સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ આઈટીસી ક્લાસિક ફાઇનાન્સ લિમિટેડમાં જોડાયા ત્યારે તેમણે ફાઇનાન્સિયલ સર્વિસીસ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં કંપની સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે રિજનલ મેનેજર, જનરલ મેનેજર (વેસ્ટ) અને આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કર્યું હતું. તેમણે 20th સેંચ્યુરી ફાઇનાન્સ કોર્પોરેશન અને સેન્ચ્યુરિયન બેંક લિમિટેડ ખાતે પણ વાઈસ- પ્રેસિડેન્ટ તરીકે કામ કર્યું છે, જ્યાં તેમણે વિવિધ પડકારજનક જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છે. ત્યારબાદ તે મહિન્દ્રા ગેસ્કો ડેવલપર્સ લિમિટેડ સાથે જોડાયા, જ્યાં તેમણે તેમનું માર્કેટિંગ પોર્ટફોલિયો સંભાળ્યું.
શ્રી આશુતોષ બિશ્નોઇને ભારતમાં કન્ઝ્યુમર માર્કેટિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસ બિઝનેસમાં 36 વર્ષથી વધુનો અનુભવ છે. મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં તેમના દ્વારા નિભાવવામાં આવેલી વરિષ્ઠ ભૂમિકાઓમાં ડીએસપી મેરિલ લિંચ એસેટ મેનેજમેન્ટ લિ.ના ચીફ માર્કેટિંગ ઓફિસર, જેએમ મ્યુચ્યુઅલ ફંડના પ્રેસિડેન્ટ અને સીઈઓ, યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને એલ એન્ડ ટી મ્યુચ્યુઅલ ફંડના કાર્યકારી-સીઇઓ શામેલ છે. કન્ઝ્યુમર માર્કેટિંગમાં તેમના કાર્યકાળમાં નોંધપાત્ર જોડાણો પૈકી જે. વોલ્ટર થોમ્પસન ઈંડિયા ખાતે બ્રાન્ડ પ્લાનિંગ ડિરેક્ટર અને બિઝનેસ ડેવલપમેન્ટના વડા તરીકે, અને રીડર્સ ડાયજેસ્ટ મેગેઝિન અને ભારતમાં પુસ્તકોના પ્રકાશક તરીકે તેમના કાર્યકાળ છે.
શ્રી આશુતોષ બિશ્નોઈ એ એનઆઇએસએમ કમિટી ફોર એમ્પેનલમેંટ ઓફ રિસોર્સ પર્સન્સ અને એનઆઈએસએમ કમિટી કન્ટિન્યુઈંગ એજ્યુકેશનના સભ્ય છે. તેમણે પુણેની સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ખાતે એમબીએ અને બોસ્ટનની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ ખાતેના મહિન્દ્રા યુનિવર્સ પ્રોગ્રામ માટે અભ્યાસ કર્યો હતો. અગાઉ શ્રી બિશ્નોઈ ઈન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેપિટલ માર્કેટના વિઝિટિંગ ફેકલ્ટી પણ હતા, અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટની સ્થાપનામાં સામેલ થવા માટે ખૂબ આતુર હતા. તે એએમએફઆઈના બોર્ડ, એસોશિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ તેમજ ઈન્વેસ્ટર અવેરનેસની સમિતિના સભ્ય પણ છે.
શ્રી રજનીશ અગ્રવાલ લખનઉ યુનિવર્સિટીમાંથી સાયન્સમાં ગ્રેજ્યુએટ છે અને મુંબઈ યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટ સ્ટડીઝમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તે સ્ટીઅરિંગ કમિટીના સભ્ય અને મહિન્દ્રા બિઝનેસ એન્ડ કન્સલ્ટિંગ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર પણ છે.
તે રિટેલ ક્રેડિટ ઓટો લોન્સ, એસેટ રિસ્ક મેનેજમેન્ટ, રૂરલ મેનેજમેન્ટ, બિઝનેસ એન્ડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ચેનલ એન્ડ રિલેશનશિપ મેનેજમેન્ટની સાથે લોકોના સંચાલનમાં 21 વર્ષનો અનુભવ ધરાવે છે.
તેમણે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ - બેંગલોર અને ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ - કલકત્તા જેવી નામાંકિત સંસ્થાઓમાંથી જનરલ મેનેજમેન્ટ અને બિઝનેસ લીડરશીપના ટૂંકા ગાળાના અભ્યાસક્રમો હાથ ધર્યા છે.
શ્રી બાલાજી , સ્ટ્રૅટજી, માર્કેટિંગ અને વેચાણના 17 વર્ષનો અનુભવ ધરાવતા મેનેજમેન્ટ પ્રોફેશનલ છે. શ્રી બાલાજી 2008 થી કંપની સાથે સંકળાયેલા છે અને તેમણે વિવિધ પડકારજનક પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કર્યું છે.
શ્રી બાલાજીએ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, મદ્રાસમાંથી બેચલર ઓફ ટેકનોલોજી (બી.ટેક) ની પદવી પ્રાપ્ત કરી, માર્કેટીંગ અને ફાઇનાન્સમાં વિશેષતા સાથે કલકત્તાની ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.
આ પહેલા, શ્રી બાલાજી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ખાતે - જનરલ મેનેજર-કોર્પોરેટ સ્ટ્રેટેજી હતા. તેમણે નેસ્લે સાથે બ્રાન્ડ ફ્રેન્ચાઇઝ મેનેજર અને એગ્રો ટેક ફુડ્સ સાથે સિનિયર બ્રાન્ડ મેનેજર તરીકે પણ કામ કર્યું છે.
મોહિત, જૂથના વ્યવસાયો સાથે નજીકથી કામ કરવા અને નવા વ્યવસાયિક મોડલ્સ બનાવવા તેમજ ગ્રાહકોના અનુભવોને વિવિધ કંપનીઓના સમૂહમાં પરિવર્તિત કરવા માટે નવી અને ઊભરતી ટેકનોલોજીનો લાભ આપીને જૂથના મહત્ત્વકાંક્ષી ટેકનોલોજી પરિવર્તન એજન્ડાને સંચાલિત કરવા માટે જવાબદાર છે.
મોહિત, ડીબીએસ બેન્કમાંથી ઓક્ટોબર 2020 માં મહિન્દ્રા જૂથ સાથે જોડાયા જ્યાં તે ટેકનોલોજી ઓપ્ટિમાઇઝેશનના હેડ અને હૈદરાબાદ ખાતે એશિયા હબ, સિંગાપોરની બહાર બેંકના પ્રથમ ટેકનોલોજી ડેવલપમેન્ટ સેન્ટરના વડા હતા. તેમણે અન્ય ડીપ એન્જિનિયરિંગ અને ટેક ક્ષેત્રોમાં, મોબાઇલ, ડેટા, એઆઈ અને ક્લાઉડમાં ટેકનોલોજીની નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરતી ડિજિટલ બેંકિંગ ક્ષમતાઓના વિકાસનું નેતૃત્વ કર્યું.
મોહિત, બેંકિંગ અને નાણાકીય સેવાઓના ઉદ્યોગમાં છેલ્લા 17 વર્ષથી ટેકનોલોજીમાં અને ઓપરેશન્સ સ્પેસમાં લગભગ 30 વર્ષનો અનુભવ ધરાવે છે.
ડીબીએસમાં જોડાતા પહેલા, તે બેન્ક ઓફ અમેરિકાના ગ્લોબલ બિઝનેસ સર્વિસના વિશ્વભરના સેન્ટર્સના ચીફ ટેકનોલોજી ઓફિસર હતા અને તે પહેલાં એમ્ફેસીસ માટે સીઆઈઓ હતા.
મોહિત એડવાન્સ્ડ મેનેજમેન્ટ અને કોર્નેલ અને જ્યોર્જિયા ટેકની વ્યાવસાયિક ડિગ્રી ધરાવતા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે.
શ્રી વેદનારાયણન શેષાદ્રી મહિન્દ્રા ફાઇનાન્સની વીમા બ્રોકીંગ પેટાકંપની મહિન્દ્રા ઇન્સ્યુરન્સ બ્રોકર્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને પ્રિન્સીપાલ ઓફીસર છે. ફેબ્રુઆરી 21 માં મહિન્દ્રા ઇન્સ્યુરન્સ બ્રોકર્સ લિમિટેડમાં જોડાતા પહેલા શ્રી વેદનારાયણન ચોલામંડલમ એમએસ જનરલ ઇન્સ્યુરન્સ કું. લિમિટેડના પ્રમુખ અને સીઓઓ હતા.
વેદ એક વ્યવસ્થાપન વ્યવસાયી છે જેમનો એકંદર અનુભવ 28 વર્ષનો છે જેમાંથી 18 વર્ષ બીએફએસઆઈ ક્ષેત્રે રહ્યા છે, જેમાં રીટેલ બેંકિંગ, જીવન અને બિન-જીવન વીમામાં વિવિધ જવાબદારીઓ સંભાળી રહ્યા છે.
ઑટોમોટિવ સેલ્સમાં આઇશર મોટર્સ લિમિટેડ સાથે કારકિર્દીની શરૂઆત કરતા, તેમણે 2003 માં આઈસીઆઈસીઆઈ બેંકમાં જોડાતા પહેલા બીઆઇએલટી (બલ્લારપુર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) સાથે વ્યવસાય વિકાસ અને આંતરિક સલાહકાર તરીકે કામ કર્યું. રિટેલ બેંકમાં, તેણે રીટેલ જવાબદારીઓ અને સંપત્તિ બંનેની ભૂમિકામાં જવાબદારી નિભાવી હતી. મોર્ટગેજ વ્યવસાય મા પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ક્રોસ સેલનું નેતૃત્વ કર્યું.
2007 માં, તેઓ ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યુરન્સમાં જોડાયા, જેમાં સ્ટ્રેટેજિક પ્લાનિંગ, પાર્ટનરશીપ એક્વિઝિશન, અને ટાટા એઆઇએ લાઇફના પૂર્વીય ક્ષેત્રનું નેતૃત્વ કરવા જેવી અનેક વરિષ્ઠ ભૂમિકાઓ સંભાળી હતી. 2012 માં, વેદ ચોલા એમએસ જનરલ ઇન્સ્યુરન્સ લિ. ના ચીફ માર્કેટિંગ ઓફિસર તરીકે મુરુગાપ્પા ગ્રુપની નોનલાઇફ કંપનીમાં જોડાયા. ચોલા એમએસ સાથેના તેમના 8 વર્ષના કાર્યકાળમાં, તેમણે એક મજબૂત રિટેલ ફ્રેન્ચાઇઝી બનાવી અને 2020 માં પ્રેસિડેંટ અને સીઓઓ પદ સંભાળતાં પહેલાં હેલ્થ ઇન્સ્યુરન્સ એસબીયુ સ્થાપવા સહિતની ઘણી ભૂમિકાઓ સંભાળી.
વ્યવસાયે એન્જિનિયર, વેદે એમડીઆઇ-ગુડગાંવથી PGDM(પીજીડીએમ) કર્યું છે અને (ઇન્સેડ) INSEAD ફ્રાન્સથી તેમનો એડવાન્સ્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ (એએમપી) પણ પૂર્ણ કર્યો છે.
અતુલ એન્જિનિયર થયા પછી એચઆર તરીકે કાર્યરત છે , એક એવા લોકનેતા કે જે વ્યવસાય અને એચઆરના અનુભવનું સારું મિશ્રણ ધરાવે છે અને એમનો અનુભવ 28 વર્ષથી વિસ્તરેલો છે. આ વિશાળ અનુભવ અમલ અને શ્રેષ્ઠતા દ્વારા વ્યૂહાત્મક વિચારસરણી અને પરિણામ મેળવવા માટેનું સારું મિશ્રણ છે.
એચઆરમાં છેલ્લા 19 વર્ષ દરમિયાન, તેમણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (એમ એન્ડ એમ) ની અંદરના વિવિધ વ્યવસાયો માટે એચઆર કાર્યનું નેતૃત્વ કર્યું છે. આમાં ઑટોમોબાઇલ્સ, ટ્રક્સ અને બસ, ટ્રેક્ટર્સ, ડી.જી. સેટ, બાંધકામના ઉપકરણો અને કૃષિ વ્યવસાયમાટે એચઆર શામેલ છે. તેમણે આ મુસાફરી દરમિયાન સ્ટ્રેટેજિક એન્ડ ટ્રાન્સફોર્મેશનલ એચઆર મેનેજમેન્ટ, ઓર્ગેનાઇઝેશન ડિઝાઇન, ચેન્જ મેનેજમેન્ટ, ટેલેન્ટ મેનેજમેન્ટ, ઓડી, ક્ષમતા નિર્માણ, કર્મચારી સહયોગ, એચઆર શેર્ડ સર્વિસિસ અને પીએમએસ સંભાળ્યા છે.
હાલમાં, તે મહિન્દ્રા અને મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના એચઆર અને એડમિનનાં વાઇસ પ્રેસિડેન્ટ છે, જેમાં દેશભરમાં 20000 થી વધુ કર્મચારીઓ ફેલાયેલા છે.
તે મહિન્દ્રા ગ્રૂપની ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરની સ્ટીયરિંગ કમિટીના સભ્ય છે.
આંતરરાષ્ટ્રીય કોચ ફેડરેશન દ્વારા તે પ્રોફેશનલ સર્ટિફાઇડ કોચ (પીસીસી) છે અને એમબીટીઆઈમાં પ્રમાણપત્ર પણ ધરાવે છે.
તે લોકોને તાલીમ આપવાનું અને વિકાસ માટે સક્ષમ બનાવવાનું પસંદ કરે છે.
Ruzbeh is the President – Group Human Resources & Communications since April 2020. He is also responsible for Corporate Social Responsibility and Corporate Services. He is a member of Mahindra’s Group Executive Board.
Ruzbeh joined the Mahindra Group in 2007, as Executive Vice President – Corporate Strategy, heading the Group's Strategy function. He became the Chief Brand Officer of the Group. During that time he spearheaded Mahindra's entry into racing and led the development of the Group's brand position and core purpose, 'Rise'. He then moved to head International Operations for the Automotive and Farm Equipment Sectors of M&M. Subsequentially he led Group Corporate Brand, PR and Communications, Ethics as well as Mahindra’s Racing team.
Ruzbeh joined the Mahindra Group in 2007, as Executive Vice President – Corporate Strategy, heading the Group's Strategy function. He became the Chief Brand Officer of the Group. During that time he spearheaded Mahindra's entry into racing and led the development of the Group's brand position and core purpose, 'Rise'. He then moved to head International Operations for the Automotive and Farm Equipment Sectors of M&M. Subsequentially he led Group Corporate Brand, PR and Communications, Ethics as well as Mahindra’s Racing team.
Post his Master's degree, Ruzbeh worked with Hindustan Lever and Unilever for close to 22 years, across geographies, in marketing, customer management and general management. This included stints as Marketing Manager – Home and Personal Care (with Unilever Central Asia), Regional Manager – Western India (with Hindustan Lever), Vice President – Customer Development (with Unilever’s Africa Regional Group), and Customer Development Director on the Board of Unilever Maghreb.
Email: [email protected]
Toll free number: 1800 233 1234(સોમવાર - રવિવાર, સવારે 8.00 થી સાંજે 10.00 વાગ્યા સુધી )
(Except National Holidays)
WhatsApp number: 7066331234
અહીં ક્લિક કરો તમારી આસપાસની મહિન્દ્રા ફાઇનાન્સ શાખા શોધવા માટે મહિન્દ્રા ફાઇનાન્સ
© મહિન્દ્રા ફાઇનાન્સ
Designed and developed by EvolutionCo
For illustration purpose only
Total Amount Payable
50000
This document has been prepared on the basis of publicly available information, internally developed data and other sources believed to be reliable. Mahindra & Mahindra Financial Services Ltd, ('MMFSL') does not warrant its completeness and accuracy. Whilst we are not soliciting any action based upon this information, all care has been taken to ensure that the facts are accurate and opinions given are fair and reasonable. This information is not intended as an offer or solicitation for the purchase or sale of any financial instrument receipt of this information should rely on their own investigations and take their own professional advice. Neither MMFSL nor any of its employees shall be liable for any direct, indirect, special, incidental, consequential, punitive or exemplary damages, including lost profits arising in any way from the information contained in this material.
MMFSL and its affiliates, officers, directors, and employees, including people involved in the preparation or issuance of this material, may vary from time to time, have long or short positions in, and buy or sell the securities thereof, of the company mentioned herein. MMFSL may at any time solicit or provide, credit, advisory or other services to the issuer of any security referred to herein. Accordingly, information may be available to MMFSL, which is not reflected in this material, and MMFSL may have acted upon or used the information prim to, or immediately following its publication.
Your form has been submitted successfully.
Our representative will get in touch with you shortly.