"મહિન્દ્રા ફાઇનાન્સના ઉત્પાદન અને સેવાઓથી સંપૂર્ણપણે સંતુષ્ટ. હું પૂર્વ માલિકીની વેગનઆર માટે લોન લેવાના વિકલ્પો શોધી રહ્યો હતો. મને એક પરિચિત પાસેથી મહિન્દ્રા ફાઇનાન્સ વિશે માહિતી મળી. મહિન્દ્રા ફાઇનાન્સ એ નાણાકીય રીતે સ્પષ્ટપણે વધુ વ્યવહારૂ વિકલ્પ હતો તેથી હું તેની સાથે આગળ વધ્યો. મહિન્દ્રા ફાઇનાન્સ જે ઉત્પાદનો અને સેવાની ગુણવત્તા પ્રદાન કરે છે તેનાથી હું સંપૂર્ણ સંતુષ્ટ છું. જો મને વધુ લોનની આવશ્યકતા હશે, તો હું ચોક્કસપણે મહિન્દ્રા ફાઇનાન્સને પસંદ કરીશ.
"મહિન્દ્રા ફાઇનાન્સમાંથી આજ સુધી 4 વાહનો પર ધિરાણ મેળવ્યું. સેવાઓ ખૂબ જ સારી છે. ક્યાંય જવાની જરૂર નથી, અધિકારીઓ ઇએમઆઈ વસૂલ કરવા માટે અમારા ઘરે જ આવે છે. સમયસર એનઓસી મળી. વ્યાજ દર પણ ખૂબ સારા છે. ભવિષ્યમાં તેમજ કોઈપણ વાહન લોન માટે મહિન્દ્રા ફાઇનાન્સની જ પસંદગી કરીશ."
"હું 2 વર્ષથી એમએફ સાથે સંકળાયેલો છું. મારા સંબંધી દ્વારા મને એમ.એફ. વિશે સૂચન કરવામાં આવ્યું હતું. બીજાઓની તુલનામાં એમએફનો વ્યાજ દર ઓછો છે. હું એમએફના સ્ટાફથી ખૂબ જ ખુશ છું. એકવાર મારા કુટુંબમાં કટોકટી આવી હતી અને હું ઈએમઆઈ ચૂકવી શક્યો ન હતો, મેં તેમને આ વાતની જાણ કરી હતી અને સ્ટાફ દ્વારા કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો ન હતો. ઈએમઆઈ ભરવામાં મને મોડું થાય તો પણ, તેમનો મૈત્રીપૂર્ણ સ્ટાફ વસૂલાત માટે ઘરે આવે છે."
" મેં મારી કારની ખરીદી માટે 2.5 વર્ષ પહેલા મહિન્દ્રા ફાઇનાન્સ પાસેથી લોન લીધી હતી. લોનની ચુકવણી પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે. વિતરણમાં ફક્ત 3 દિવસનો સમય લાગ્યો હતો. શાખા ખાતેનો અનુભવ આનંદદાયક છે, મારે ઈએમઆઈની ચુકવણીની રાહ જોવી પડતી નથી, જે મારા માટે સમય અને મુશ્કેલી બચાવે છે. હું એમએફ સાથેના એકંદર અનુભવથી ખુશ છું."
"મેં મારા વ્યવસાય માટે જેનસેટ લેવા માટે 2-3 વર્ષ પહેલા મહિન્દ્રા ફાઇનાન્સ પાસેથી લોન લીધી હતી. મહિન્દ્રા ફાઇનાન્સથી લેવામાં આવેલી આ ત્રીજી લોન હતી. લોનની પ્રક્રિયા ખૂબ સરળ છે એટલે મને એ ગમે છે. વિતરણ પણ ખૂબ ઝડપી છે. તેમની પાસે પ્રભાવશાળી શાખા નેટવર્ક છે જે મારી તરફેણમાં કામ કરે છે. મેં બિહારથી લોન લીધી હતી અને હવે હું દિલ્હી શાખામાં ઇએમઆઈ ચૂકવી રહ્યો છું જે મારા માટે અનુકૂળ છે."
"હું સુરેશ છું, હું એક કૃષિ પરિવારમાંથી આવું છું. મેં જ્યારે મારો પોતાનો ટ્રાવેલ્સ વ્યવસાય શરૂ કરવાનો વિચાર કર્યો ત્યારે હું મજબૂર હતો. મહિન્દ્રા ફાઇનાન્સે જરૂરી લોન આપીને મને ટેકો આપ્યો હતો, જેના વડે મેં મહિન્દ્રા ટૂરિસ્ટર ખરીદી હતી. જ્યારે ટ્રાવેલ્સનો વ્યવસાય શરૂ થઈ ગયો, ત્યારે હું મારા કુટુંબના કૃષિ વ્યવસાય પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો હતો. હું મારા હપ્તાની ચુકવણીમાં ખૂબ જ નિયમિત હતો, જેના કારણે મહિન્દ્રા ફાઇનાન્સે જ મને ટ્રેક્ટર ખરીદવા માટે બીજી લોન આપી હતી. કોઈપણ લોનની આવશ્યકતા માટે મેં મારા મિત્રો અને સગાઓને મહિન્દ્રા ફાઇનાન્સની ભલામણ કરી છે. મહિન્દ્રા ફાઇનાન્સના ટેકાથી, મારા ટ્રાવેલ્સ અને કૃષિ બંને વ્યવસાયમાં ઘણો સુધારો થયો છે."
"હું કૃષિ પૃષ્ઠભૂમિ માંથી આવું છું; મેં મારા મિત્ર સાથે ટ્રેક્ટર ખરીદવાનો વિચાર શેર કર્યો. મહિન્દ્રા ફાઇનાન્સના હાલના ગ્રાહક હોવાને કારણે તેમણે મને ટ્રેક્ટર લોન માટે કંપનીનો પરિચય આપ્યો. ટીમે તરત જ લોનની રકમની ચૂકવણી કરી અને એક અઠવાડિયામાં જ મારૂં ટ્રેક્ટર મળી ગયું. ટ્રેક્ટરની મદદથી મારી આવકનું સ્તર સુધર્યું છે. હું મારા ચુકવણીમાં શીધ્રતાની ખાતરી આપું છું. હું આવતા વર્ષે અન્ય ટ્રેક્ટર ખરીદવાની પણ યોજના બનાવી રહ્યો છું અને હું તે માટે ચોક્કસપણે મહિન્દ્રા ફાઇનાન્સને પસંદ કરીશ. "
"હું માસિક પગાર અને ન્યૂનતમ કમાણી ધરાવતો ડ્રાઇવર હતો. હું હંમેશાં વાહનનો માલિક બનવાની કલ્પના કરતો હતો. અને મારૂં આ સ્વપ્ન મહિન્દ્રા ફાઇનાન્સની મદદથી સાકાર થયું. હું હ્યુન્ડાઇ ઇઓન ખરીદી શક્યો અને માલિક કમ ડ્રાઈવર તરીકે જીવન શરૂ કરી શક્યો અને હવે મારી આવકમાં સુધારો થયો છે. હું મારા હપ્તા ભરપાઈ કરવામાં ઉતાવળ રાખતો હતો અને સારી પ્રતિષ્ઠા સાથે કરાર પૂર્ણ કર્યો. હું મારા વાહન પરની પૂર્વ મંજૂરીવાળી લોન માટે પણ પાત્ર છું જે મને સુરક્ષિત અનુભવ આપે છે."
"હું કુત્તીઆડી શહેરમાં દુકાન ચલાવતો હતો અને કુટુંબની સારી પૃષ્ઠભૂમિ ધરાવું છું. હું હંમેશાં મકાનના માલિક બનવાનું સ્વપ્ન જોતો હતો, પરંતુ નાણાકીય કટોકટી અને અન્ય સંજોગોને કારણે હું મારા સ્વપ્નને પૂરા કરવા માટે પૂરતા પૈસા બચાવી ન શક્યો. પરંતુ મહિન્દ્રા ફાઇનાન્સ મારી કટોકટીના સમયગાળા દરમિયાન મારા બચાવમાં આવી હતી અને મારા હાલના વાહન મારુતિ સુઝુકી ડિઝાયર વીડીઆઈ ઉપર એક ટોપ અપ લોન આપી હતી, જેની સાથે હું મારું ઘર બનાવી શક્યો અને મારું સ્વપ્ન પૂરું કરી શક્યો."
"હું 2014 સુધી નાડુવન્નુરમાં એક ટેક્સી ડ્રાઇવર કમ માલિક હતો. મેં મહિન્દ્રા ફાઇનાન્સ દ્વારા આપવામાં આવતી લોનથી શેવરોલે ટવેરા ખરીદી. પરિવારનો મોટો ભાઈ હોવાથી બહેનોના લગ્ન કરવાની જવાબદારી મારી ઉપર હતી. જ્યારે હું સ્રોતોમાંથી પૈસાની શોધ કરતો હતો ત્યારે મહિન્દ્રા ફાઇનાન્સ દ્વારા મારા વાહન પર લોન આપવાની ઓફર કરવામાં આવી તે સિવાય કોઈએ મદદ કરી ન હતી. હું મારી બહેનની સગાઈનું આયોજન સારી રીતે કરી શક્યો."
"મારે મારા પિતા દ્વારા મહિન્દ્રા ફાઇનાન્સ સાથે પરિચય થયો છે જે પહેલાથી જ મહિન્દ્રા ફાઇનાન્સના હાલના ગ્રાહક છે. હું કેરળમાં એક ધંધો કરતો હતો જે સારો ચાલતો હતો. પરંતુ કેરળના પૂર પછી મારા ધંધામાં પડતી આવી અને તે જ સમયે મેં મારા પિતાની લોનની મુદત દરમિયાન આપેલી ટ્રસ્ટ અને સેવાના આધારે મહિન્દ્રા ફાઇનાન્સનો સંપર્ક કર્યો હતો. મને 3 જનરેટર્સ માટે લોન આપવામાં આવી હતી અને આ સહાયથી મારો ધંધો વિકાસ કરવા લાગ્યો અને અમે ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ નિકાસ કરી રહ્યા છીએ."
"હું વડોદરામાં જ રહું છું અને એક કંપનીમાં મેન્ટેનન્સ મેનેજર તરીકે કામ કરું છું. 2017 માં, મેં મહિન્દ્રા ફાઇનાન્સ પાસેથી લોન લીધી હતી. લોન ખૂબ ઝડપથી અને સરળતાથી આપવામાં આવી હતી. લોનની મુદત દરમિયાન કોઈ પણ સમસ્યાના સંજોગોમાં, સ્ટાફ દ્વારા સરળ અને ઝડપી સમાધાન પૂરૂં પાડવામાં આવે છે. "
"હું 2 થી 3 વર્ષથી મહિન્દ્રા ફાઇનાન્સ સાથે સંકળાયેલું છું. મહિન્દ્રા ફાઇનાન્સમાં મને 2-3 દિવસમાં મંજૂરી મળી અને એક અઠવાડિયાની અંદર વિતરણ થઈ ગયું. મને વ્યક્તિગત રીતે સંપૂર્ણ ટેકો પૂરો પાડવામાં આવ્યો હતો જે લોન સાથે વ્યવહાર કરવાનું સરળ બનાવે છે. મેં અન્ય લોકોને મહિન્દ્રા ફાઇનાન્સની ભલામણ કરી છે અને તેમ કરવાનું ચાલુ રાખીશ."
"હું 10-12 વર્ષથી મહિન્દ્રા ફાઇનાન્સ સાથે સંકળાયેલો છે. મારો અનુભવ ઘણો સારો રહ્યો છે. મારા કાર્યકાળમાં એકવાર હું અંગત કારણોસર 2 મહિના ઈએમઆઈ આપી શક્યો નહીં અને મહિન્દ્રા ફાઇનાન્સનું વલણ સહકારી હતું. હું હવે મારા વાહન માટે ફરીથી ફાઇનાન્સ લેવાની યોજના બનાવી રહ્યો છું, હું તે ફક્ત મહિન્દ્રા ફાઇનાન્સમાંથી જ લેવાની યોજના બનાવી રહ્યો છું."
Email: [email protected]
Toll free number: 1800 233 1234(સોમવાર - રવિવાર, સવારે 8.00 થી સાંજે 10.00 વાગ્યા સુધી )
(Except National Holidays)
WhatsApp number: 7066331234
અહીં ક્લિક કરો તમારી આસપાસની મહિન્દ્રા ફાઇનાન્સ શાખા શોધવા માટે મહિન્દ્રા ફાઇનાન્સ
For illustration purpose only
Total Amount Payable
50000
"હું 5 વર્ષથી મહિન્દ્રા ફાઇનાન્સ સાથે સંકળાયેલો છું. મેં સૌ પ્રથમ 2013 માં મહિન્દ્રા ફાઇનાન્સ પાસેથી લોન લીધી હતી જે બેંકોની તુલનામાં મારા માટે ખૂબ અનુકૂળ પુરવાર થઈ હતી. દસ્તાવેજીકરણ ઓછું છે અને વિતરણ ખૂબ ઝડપી છે. હું સમયસર ઈએમઆઈ ચૂકવવામાં નિષ્ફળ જાઉં ત્યારે, તેઓ ઈએમઆઈની વસૂલાત માટે અમારી ઘરની મુલાકાત લેવા એક એક્ઝિક્યુટિવ મોકલશે. સ્ટાફનો વ્યવહાર મૈત્રીપૂર્ણ હોય છે. આ બધાને કારણે, મેં 2016 માં ફરીથી લોન લીધી. મેં લીધેલી બંને લોન મેં ભરપાઈ કરી દીધી છે અને હવે હું તેમાંથી ત્રીજી લોન લેવાની યોજના બનાવી રહ્યો છું."