અમે અમારા ગ્રાહકોના જીવનમાં પરિવર્તન લાવવા નવીનતા અને લાભદાયક ઉત્પાદનો તૈયાર કરવા માટે મર્યાદાઓને ધકેલીએ છીએ. વર્તમાનમાં વિકાસ કરતી વખતે, અમારા મૂળ મૂલ્યો ભાવિ ઘડતર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમે અમારા ગ્રાહકોની જરૂરિયાતો અને અપેક્ષાઓનું સંયોજન કરીએ છીએ અને શ્રેષ્ઠ સેવા પ્રદાન કરીએ છીએ.
અમે ફક્ત અમારા ગ્રાહકોના કારણે અસ્તિત્વમાં છીએ અને સમૃદ્ધ છીએ. અમે હંમેશાં અમારા ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો અને અપેક્ષાઓ પ્રત્યે ઝડપથી, નમ્રતાપૂર્વક અને અસરકારક રીતે પ્રતિક્રિયા આપીએ છીએ
અમે અમારા કાર્યમાં, અમારા ઉત્પાદનોમાં અને ગ્રાહકો, કર્મચારીઓ અને હિતધારકો સાથેના પારસ્પારિક વ્યવહારોમાં ગુણવત્તાને પ્રેરક બળ બનાવીએ છીએ. અમે ‘રાઇટ ધ ફર્સ્ટ ટાઇમ’ થિયરીમાં માનીએ છીએ.
અમે હંમેશાં નોકરી માટે શ્રેષ્ઠ લોકોની શોધ કરી છે અને તેમને આગળ વધવા માટે સ્વતંત્રતા અને તક આપી છે. અમે નવીનીકરણ, યોગ્ય રીતે જોખમ લેવા અને માંગ પ્રદર્શનને સમર્થન આપીએ છીએ.
ભૂતકાળની જેમ, અમે લાંબા ગાળાની સફળતાની શોધમાં રહીશું, જે આપણા દેશની જરૂરિયાતોને સમાંતર હોય. અમે નૈતિક વ્યવસાયિક ધોરણો સાથે સમાધાન કર્યા વિના આમ કરીશું.
અમે વ્યક્તિત્વના ગૌરવની કદર કરીએ છીએ, અસંમતિ વ્યક્ત કરવાના અધિકારને સમર્થન આપીએ છીએ અને બીજાના સમય અને પ્રયત્નોનો આદર કરીએ છીએ. અમારા પગલાંઓ દ્વારા, અમે વ્યાજબીપણા, વિશ્વાસ અને પારદર્શિતાને પ્રોત્સાહિત કરીએ છીએ.
અમે ભારતની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ પૈકીની એક છીએ તે માત્ર તકની બાબત નથી. સ્પષ્ટ દૃષ્ટિ અને અડગ પ્રયત્નોથી અમને કૌશલ્યના જૂથને વિકસાવવામાં મદદ મળી છે જે અમને માત્ર અલગ જ નથી પાડતું, પરંતુ વધારે શક્તિ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવામાં પણ મદદ કરે છે.
કર્મચારી બળ
અમે એવા ઉમેદવારોની ભરતી કરીએ છીએ જેઓ માત્ર કાબેલ જ નથી હોતા, પરંતુ તેમના સામાજિક વાતાવરણ અને પરિસ્થિતિઓથી પણ વાકેફ હોય છે. તેથી, તેઓ તેમની સ્થાનિક જાણકારીની મદદથી ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપી શકે છે. અમે અમારા ડીલરો સાથે સૌમ્ય સંબંધો જાળવીએ છીએ જે અમારા કર્મચારીઓને હંમેશા ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવામાં સક્ષમ બનાવે છે.
ઊંડું જ્ઞાન
ઉદ્યોગમાં બે દાયકાથી વધુની હાજરી સાથે, અમે ગ્રામીણ અને અર્ધ-શહેરી બજારોની વ્યાપક સમજ હાંસલ કરી છે. આ જાણકારી અમને અમારા ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતો અનુસાર ઉત્પાદનો અને સેવાઓ તૈયાર કરવા માટે સક્ષમ કરે છે. આ જ કારણ છે કે અમે એવા કેટલાક પૈકીના એક છીએ જે પોતાના ગ્રાહકોની વર્તમાન સ્થિતિને બદલે ભાવિ ચુકવણી ક્ષમતાઓના આધારે લોન આપે છે.
બિઝનેસ મોડેલ
પાયાના સ્તરે કૌશલ્ય સમૂહોનો વિકાસ કરવાનો અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. આ ભાવનાને ધ્યાનમાં રાખીને, અમે 20000 થી વધુ લોકોને રોજગાર આપીએ છીએ અને તેમને આગળ વધવામાં મદદ કરીએ છીએ.
ગ્રાહકોનો વિશાળ આધાર
અમારી વિશાળ શક્તિ અમારા 4 મિલિયનથી વધુ સંતુષ્ટ ગ્રાહકોના મોટા અને હંમેશાં વિકસતા આધારમાં રહેલી છે. તેઓ ગ્રામીણ અને અર્ધ-શહેરી ભારતના જીવનોને આગળ વધારવા માટેના અમારા અવિરત સમર્પણના સાક્ષી છે.
મજબૂત પરિવાર
મહિન્દ્રા ગ્રુપનો પરિવાર અને દેશભરમાં ડીલરો સાથેનો ગાઢ સંબંધ અમને અમારા બરાબરીઓ કરતાં વધુ આગળ રાખે છે.
ગ્રાહકની જરૂરિયાતો
અમારી સૌથી નોંધપાત્ર સંપત્તિમાંની એક ઝડપી લોન વિતરણ પ્રક્રિયા છે. ન્યૂનતમ દસ્તાવેજીકરણ અને અત્યંત અનૂકૂળતા સાથે, અમારી લોન્સ સામાન્ય રીતે 2 દિવસના સમયગાળામાં પહોંચાડી દેવામાં આવે છે. અમારી પાસે કસ્ટમાઇઝ કરેલ ચુકવણીના સમયપત્રક પણ છે જે લોનની ચુકવણીની વાત આવે ત્યારે મહત્તમ સુગમતાની બાંયધરી આપવા માટે રચાયેલ છે.
વિશાળ નેટવર્ક
દેશભરમાં અમારું 1380+ શાખાઓનું વિસ્તૃત નેટવર્ક, તમે ક્યારેય મહિન્દ્રા ફાઇનાન્સ શાખાથી દૂર નથી તેની ખાતરી કરે છે.
Email: [email protected]
Toll free number: 1800 233 1234(સોમવાર - રવિવાર, સવારે 8.00 થી સાંજે 10.00 વાગ્યા સુધી )
(Except National Holidays)
WhatsApp number: 7066331234
અહીં ક્લિક કરો તમારી આસપાસની મહિન્દ્રા ફાઇનાન્સ શાખા શોધવા માટે મહિન્દ્રા ફાઇનાન્સ
For illustration purpose only
Total Amount Payable
50000