મહિન્દ્રા ફાઇનાન્સ ખાતે, અમારી દૃષ્ટિએ હંમેશાં અમે જે કરીએ છીએ તેના કેન્દ્રમાં અમારા ગ્રાહકોની જરૂરિયાતોને રાખીએ છીએ. તે જ બાબત અમને અમારા પરિવારનું વિસ્તરણ કરવા અને ઉત્તમ સેવાઓ વિતરિત કરવાના કૌશલ્ય દ્વારા અમારા ગ્રાહકોને વધુ મૂલ્ય પહોંચાડવા પ્રેરણા આપે છે અમારા અન્ય સફળ સાહસો છે મહિન્દ્રા ઇન્સ્યુરન્સ બ્રોકર્સ લિમિટેડ (એમઆઈબીએલ), મહિન્દ્રા રૂરલ હાઉસિંગ લિમિટેડ (એમઆરએચએફએલ) અને મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઈવેટ લિમિટેડ (એમએએમસીપીએલ).
અમે એવા દિવસ અને યુગમાં જીવીએ છીએ જ્યાં આવતી કાલની અનિશ્ચિતતાઓ સામે સુરક્ષિત રહેવું ખૂબ જ મહત્ત્વનું છે. આ તાકીદની આવશ્યકતાને સમજીને, અમારી પેટાકંપની મહિન્દ્રા ઇન્સ્યુરન્સ બ્રોકર્સ લિમિટેડ (એમઆઈબીએલ), અમારા વૈવિધ્યસભર ગ્રાહક આધારની વૈવિધ્યસભર જરૂરિયાતો અને જોખમ પ્રોફાઇલ્સ માટે 3600 વીમા સોલ્યુશન્સ પૂરા પાડે છે. લગભગ 1.3 મિલિયનના રીટેલ ગ્રાહક આધાર માટે ડાયરેક્ટ ઇન્સ્યુરન્સ બ્રોકિંગ પ્રદાન કરતી વખતે અને મોટી સંખ્યામાં કોર્પોરેટ ગ્રાહકોને પૂરી પાડતી વખતે, કંપની જીવન અને બિન-જીવન વીમા ક્ષેત્ર માટે પણ અનેક યોજનાઓ પ્રદાન કરે છે.
એમઆઈબીએલ તેના ગ્રાહકોને તેમની વીમા આવશ્યકતાઓ અને જોખમ પ્રોફાઇલને ખૂબ વિગતવાર અને વ્યવસ્થિત રીતે સમજીને મૂલ્ય પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે. આ વધારે સારું, પરિણામકારક કિંમત અને કસ્ટમાઇઝ્ડ ઇન્શુઅરન્સ સોલ્યુશન્સનો નકશો તૈયાર કરવામાંમદદ કરે છે. અને ગુણવત્તાના ઉચ્ચતમ ધોરણો પ્રત્યેના તેના બિનસમાધાનકારી પાલનથી સ્પષ્ટ થાય છે કે તે ભારતની કેટલીક ઇન્સ્યુરન્સ બ્રોકિંગ કંપનીઓમાંની એક છે, જેને ગુણવત્તા મેનેજમેન્ટ સિસ્ટમ્સનું પ્રતિષ્ઠિત આઇએસઓ 9001:2008 નું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (આઈઆરડીએ) દ્વારા મે 2004 માં એમઆઈબીએલને ડાયરેક્ટ બ્રોકરનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું, જેનાથી તે લાઇફ અને નોન લાઇફ બિઝનેસમાં ડાયરેક્ટ ઇન્સ્યુરન્સ બ્રોકિંગ કરી શકે. આ ઉપરાંત, ગ્રાહકોને કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ આપવાના તેના વચનને પૂર્ણ કરવા માટે, એમઆઈબીએલે વિવિધ જાહેર અને ખાનગી વીમા કંપનીઓ સાથે પોતાને ઇમ્પૅનલ્ડ બનાવ્યું છે. સપ્ટેમ્બર 2011 માં, આઈઆરડીએ દ્વારા એમઆઈબીએલને કમ્પોઝિટ બ્રોકર લાઇસન્સ આપવામાં આવ્યું, આમ ડાયરેક્ટ બ્રોકિંગની સાથે ફરીથી ઇન્સ્યુરન્સ બ્રોકિંગના ધંધામાં વધારો થયો. સંપૂર્ણ વીમા જોખમ સમાધાનોના પ્રદાતા તરીકે, એમઆઇબીએલ પણ ગ્રાહકોના રિસ્ક મેનેજમેન્ટ પોર્ટફોલિયોમાં અભિન્ન ભૂમિકા ભજવે છે.
અમારી દૂરદર્શિતા:
"2015 સુધીમાં વાર્ષિક આવકમાં ભારતનો નંબર 1 ઇન્સ્યુરન્સ બ્રોકર બનવાનો."
વ્યૂહાત્મક ભાગીદારી
સપ્ટેમ્બર 2012 માં, મહિન્દ્રા ઇન્સ્યુરન્સ બ્રોકર્સ લિમિટેડ (એમઆઇબીએલ) એ સિંગાપોરમાં સંસ્થાપિત લીપફ્રોગ ફાઇનાન્શિયલ ઇન્ક્લૂઝન ફંડની પેટાકંપની, ઇન્ક્લૂઝન રિસોર્સ પ્રાઈવેટ લિમિટેડ (આઈઆરપીએલ) સાથે નિર્ણાયક કરારો કર્યા છે, અને તેની મૂળ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (એમએમએફએસએલ) આઈઆરપીએલનું આંતરરાષ્ટ્રીય જ્ઞાન અને અનુભવ મેળવીને, ખાસ કરીને જૂથ બજારોમાં વીમો પ્રદાન કરવા માટે ઓછા ખર્ચની ટેકનોલોજી સમાધાનોનો ઉપયોગ કરીને, ભારતના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ગ્રાહકો માટે કંપનીની સેવાઓ વિસ્તૃત કરવા, આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે પુન: વીમામાં આઇઆરપીએલની કુશળતા અને જોડાણ જોતાં, આઈઆરપીએલ કંપનીને કંપનીના પુન: વીમા બ્રોકિંગ બિઝનેસમાં મદદ કરવા માટે વિવિધ વૈશ્વિક પુન: વીમા કંપનીઓ સાથે જોડાવા માટે મદદ કરશે.
લિપફ્રોગ ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન ફંડ એ એશિયા અને આફ્રિકામાં ઓછી સેવા અપાતા લોકોને વીમો આપતી કંપનીઓમાં વિશ્વનો પ્રથમ અને સૌથી મોટો રોકાણકાર છે, અને ઈંટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (આઈએફસી), યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક (ઇઆઇબી), કેએફડબલ્યુ ડેવલપમેન્ટ બેંક, જર્મની, એફએમઓ ડેવલપમેન્ટ બેન્ક નેધરલેન્ડ્સ, વગેરે તેના રોકાણકારો છે. લિપફ્રોગ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ફંડ માસ માર્કેટ ઇન્સ્યુરન્સ અંગે નિષ્ણાત એકાગ્રતા ધરાવે છે અને તે કંપનીઓમાં રોકાણ કરે છે જે "નેક્સ્ટ બિલિયન" ઉભરતા માર્કેટ ગ્રાહકોને વીમો આપે છે. લિપફ્રોગ ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન ફંડ બે બાબતોમાં અસામાન્ય છે, પ્રથમ તેનું ધ્યાન સામાજિક પ્રભાવ પર છે અને બીજું, તેનું ધ્યાન વીમા પર છે.
ઉપરોક્ત વ્યવહાર માટે તમારી કંપનીને વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ અને વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ તેમજ ભારતીય રિઝર્વ બેંક તરફથી આવશ્યક મંજૂરીઓ મળી છે.
ઉપરોક્ત પરિણામ રૂપે, એમઆઈબીએલ હવે એમએમએફએસએલની 85% પેટાકંપની છે. આઈઆરપીએલે એમઆઈબીએલમાં 15% હિસ્સો હસ્તગત કર્યો છે.
તમે જેને ઘર કહી શકો તેવું સ્થાન બનાવવા માટે આજીવન સમય લાગી શકે છે. મહિન્દ્રા રૂરલ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (એમઆરએચએફએલ) , તમારા સ્વપ્નનું ઘર બનાવવાની તમારી સફરને થોડી ટૂંકી બનાવશે.
ભારતની સૌથી મોટી રૂરલ હાઉસિંગ ફાઇનાન્સ કંપની એમઆરએચએફએલને પરિણામકારક કિંમત અને પરિવર્તનક્ષમ હોમ લોન પ્રદાન કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ સાથે શામેલ કરવામાં આવી હતી. ઘરનું બાંધકામ, ખરીદી, વિસ્તરણ અથવા સુધારણા હોય તો એમઆરએચએફએલ મોટાભાગની હોમ ફાઇનાન્સ આવશ્યકતાઓ માટે લોન પૂરી પાડે છે. આજે, તે સફળતાપૂર્વક 1 લાખ ગ્રાહકોની સેવા કરે છે અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, બિહાર, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને કેરળ જેવા રાજ્યોમાં 17,500 થી વધુ ગામોમાં કાર્યરત છે.
હકીકતમાં, એમઆરએચએફએલ ગ્રામીણ ભારતમાં કેટલાક મોટા પરિવર્તન માટે જવાબદાર છે. છેવાડાના ગામોમાં લોકોને દસ્તાવેજોના અભાવને કારણે સ્થાપિત નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવવાની ખૂબ ઓછી સંભાવના છે. અને સ્થાનિક નાણાં ધીરનાર ખૂબ ખર્ચાળ સાબિત થાય છે. આવા સ્થળોએ પણ એમઆરએચએફએલ પહોંચે છે. અને ન્યૂનતમ દસ્તાવેજો સાથે પરવડે તેવી હોમ લોન પ્રદાન કરે છે.
તેણે માટીના ગારાથી બનેલા ઘણા 'કાચા' અને અસ્થિર માળખાંને ઇંટો અને કપચીથી બનેલા 'પાકા' ઘરોમાં સુધારણાની સુવિધા આપી છે, ખરબચડા સિમેન્ટના તળિયાથી ટાઇલ્સમાં મકાનોની ફ્લોરિંગને બદલી છે. ટૂંકમાં, ઝૂંપડીઓને ઘરોમાં અને સપનાંઓને વાસ્તવિકતાઓમાં ફેરવી દીધી છે.
એમએમએફએસએલની પેટાકંપની, મહિન્દ્રા રૂરલ હાઉસિંગ ફાઇનાન્સનું સંસ્થાપન 9 એપ્રિલ, 2007 ના રોજ કરવામાં આવ્યું હતું અને 13 ઓગસ્ટ, 2007 ના રોજ નેશનલ હાઉસિંગ બેંક પાસેથી હાઉસિંગ ફાઇનાન્સ સંસ્થાના ધંધાનો પ્રારંભ કરવા માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (એમએમએફએસએલ) એમઆરએચએફએલની ઇક્વિટીનો 5 87.% હિસ્સો ધરાવે છે અને નેશનલ હાઉસિંગ બેંક (એનએચબી) બાકીના 12.5% હિસ્સો ધરાવે છે. બદલામાં, એનએચબી, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.
અમારું ધ્યેય:
"ગ્રામીણ જીવનનું પરિવર્તન. સાથે મળીને"
આપેલી સેવાઓની સંપૂર્ણ શ્રેણી જોવા માટે કૃપા કરીને મહિન્દ્રા હોમ ફાઇનાન્સ વેબસાઇટની મુલાકાત લો.
મહિન્દ્રા ટ્રસ્ટી કંપની પ્રાઈવેટ લિમિટેડ, કંપની એક્ટ, 1956 હેઠળ સંસ્થાપિત કંપની, મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ માટે ટ્રસ્ટી છે. અમારા ટ્રસ્ટી મંડળમાં, અમારી પાસે શ્રી મનોહર જી ભીડે - બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, શ્રી નરેન્દ્ર મેરપદી -ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, શ્રી ગૌતમ જી. પારેખ - સંસ્થાના ફેલો સભ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા અને શ્રી દેબાબ્રતા બંધ્યોપાધ્યાય - ટચસ્ટોન કન્સલ્ટિંગના સ્થાપક અને સીઈઓ. (તેમની સંપૂર્ણ પ્રોફાઇલ જોવા માટે અહીં ક્લિક કરો)
ટ્રસ્ટી કંપની એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા લાગુ કરાયેલ પ્રક્રિયા અને સિસ્ટમોનું નિરીક્ષણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તે રોકાણકારોના હિતમાં કામ કરે છે.
મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઈવેટ લિમિટેડ, કંપની એક્ટ, 1956 હેઠળ સંસ્થાપિત કંપની, મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ માટેના રોકાણ મેનેજર છે. તે મહિન્દ્રા અને મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (એમએમએફએસએલ) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. એમ.એમ.સી.પી.એલ. ના બોર્ડ ઓફ ડીરેક્ટર શ્રી એમ.વી. રવિ - એમ.એમ.એફ.એસ.એલ. ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સી.એફ.ઓ. શ્રી ગૌતમ દિવાન - ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઇસીએઆઈ) ના ફેલો સભ્ય, પ્રો. જી. સેતુ - ડીન આઈઆઈએમ ત્રિચી અને શ્રી આશુતોષ બિશ્નોઈ - એમડી અને સીઈઓ, એમએએમસીપીએલ દ્વારા રચાયેલી છે.
મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઈવેટ લિમિટેડ, કંપની એક્ટ, 1956 હેઠળ સંસ્થાપિત કંપની, મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ માટેના રોકાણ મેનેજર છે. તે મહિન્દ્રા અને મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (એમએમએફએસએલ) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. એમ.એમ.સી.પી.એલ. ના બોર્ડ ઓફ ડીરેક્ટર શ્રી એમ.વી. રવિ - એમ.એમ.એફ.એસ.એલ. ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સી.એફ.ઓ. શ્રી ગૌતમ દિવાન - ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઇસીએઆઈ) ના ફેલો સભ્ય, પ્રો. જી. સેતુ - ડીન આઈઆઈએમ ત્રિચી અને શ્રી આશુતોષ બિશ્નોઈ - એમડી અને સીઈઓ, એમએએમસીપીએલ દ્વારા રચાયેલી છે.
Email: [email protected]
Toll free number: 1800 233 1234(સોમવાર - રવિવાર, સવારે 8.00 થી સાંજે 10.00 વાગ્યા સુધી )
(Except National Holidays)
WhatsApp number: 7066331234
અહીં ક્લિક કરો તમારી આસપાસની મહિન્દ્રા ફાઇનાન્સ શાખા શોધવા માટે મહિન્દ્રા ફાઇનાન્સ
For illustration purpose only
Total Amount Payable
50000